Get The App

મહારાષ્ટ્રમાં ફરી અનામત જ બનશે ચૂંટણીનો મુદ્દો? કોંગ્રેસ બાદ પવારે કરી 50% મર્યાદા મુદ્દે આ માંગ

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Sharad Pawar


Maharashtra Politics: લોકસભા ચૂંટણીમાં ભાજપને યુપી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભારે ઝટકો લાગ્યો હતો. આ રાજ્યોમાં ભાજપને થયેલા નુકસાન પાછળનું એક કારણ અનામતનો મુદ્દો હતો. હવે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થોડાક જ મહિનાઓમાં યોજાવાની છે. આ દરમિયાન વિપક્ષે ફરી એક વાર અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે અને જાતિગત ક્વોટાને 50 ટકાથી વધુ કરવાની માંગ કરી છે. હાલ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાના પગલે જાતિગત અનામતમાં 50 ટકાની મર્યાદા લાગુ થાય છે. જો કે, પાછલા દિવસોમાં કોંગ્રેસે આ સીમા હટાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ બાદ હવે શરદ પવારે પણ ક્વોટાની મર્યાદા હટાવવાની માંગ કરી કોંગ્રેસને સમર્થન આપ્યું છે.

મહારાષ્ટ્રમાં અનામત ફરી બનશે મુદ્દો

શરદ પવાર અને કોંગ્રેસની માંગથી લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં ફરી અનામતનો મુદ્દો ઝોર પકડશે. આ પહેલાથી જ રાજ્યમાં મરાઠા ક્વોટા અને ઓબીસી અનામત મુદ્દે તણાવની સ્થિતિ છે. રાજ્ય સરકાર મરાઠાઓને ઓબીસી સર્ટિફિકેટ આપી રહી છે. ત્યારે ઓબીસી વર્ગનું કહેવું છે કે, મરાઠાઓને અનામત આપવી હોય તો તેમની મર્યાદાથી અલગ અનામત આપવામાં આવે. આ રીતે 50 ટકા મર્યાદા હટાવવાની માંગ પહેલાથી જ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ વિપક્ષનો પડકાર ઝીલવા ભાજપે બનાવ્યો નવો પ્લાન, 4 રાજ્યોની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ

શરદ પવારે શું કહ્યું?

શરદ પવારે કોંગ્રેસની ક્વોટા લિમિટ હટાવવાની માંગને સમર્થન આપતા કહ્યું કે, જો કેન્દ્ર સરકાર 50 ટકા લિમિટ સમાપ્ત કરવા બિલ લાવે છે તો મહારાષ્ટ્રના બધા પક્ષો તેને સમર્થન આપશે. તેમણે કહ્યું કે, માત્ર કેન્દ્ર સરકાર પાસે જ 50 ટકાની સીમા હટાવવાની સત્તા છે. જો મોદી સરકાર મહારાષ્ટ્ર સમુદાયને અનામત આપશે તો અમે તેને સમર્થન આપીશું. 

આ પણ વાંચોઃ કદાવર નેતાએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફ બિલ અંગે કહ્યું - 'લઘુમતીઓ સાથે અન્યાય નહીં થવા દઈએ'

મહારાષ્ટ્ર સરકારને પણ કરી માંગ

શરદ પવારે મહારાષ્ટ્ર સરકાર પર પણ દબાણ આપતાં કહ્યું કે, તેઓએ ઓબીસી અને મરાઠા અનામત મુદ્દે સર્વદલીય બેઠક બોલાવવી જોઇએ. વિપક્ષના બધા જ દળો આ બેઠકમાં ભાગ લેવા તૈયાર છે. અમે અનામતની સમસ્યા પર ઉકેલ લાવવા ચર્ચા કરવા માગીએ છીએ. તેમણે મુખ્યમંત્રીને મરાઠા ક્વોટા માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટિલ અને છગન ભુજબળ જેવા ઓબીસી નેતાઓને પણ બોલાવવા જણાવ્યું હતું. 


Google NewsGoogle News