Get The App

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનતાં જ MVAને ઝટકો: આ પક્ષે છોડ્યો સાથ, ઉદ્ધવ ઠાકરેના હિન્દુત્વ સામે વાંધો

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બનતાં જ MVAને ઝટકો: આ પક્ષે છોડ્યો સાથ, ઉદ્ધવ ઠાકરેના હિન્દુત્વ સામે વાંધો 1 - image


Maharashtra MAV: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા તેનો મહિનો પણ નથી થયો અને મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલ-પાથલ શરુ થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને કારમી હારનું દુઃખ હજુ સમાપ્ત નથી થયું ત્યાં ગઠબંધનને ફરી એક મોટો ઝટકો મળ્યો છે. મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબુ આઝમીએ શનિવારે કહ્યું કે, સપા મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનથી પોતાનું સમર્થન પાછું લઈ રહી છે. જેનું મુખ્ય કારણ બાબરી મસ્જિદ વિધ્વંસના સંબંધમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની ટિપ્પણીને જણાવવામાં આવ્યું છે. જેનાથી સપા અસંમત છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના બે ધારાસભ્ય છે. 

સપાએ MVAથી છેડો ફાડ્યો 

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ આરોપ લગાવ્યો કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પોતાની કારમી હાર બાદ શિવસેના(યુબીટી)એ 'હિન્દુત્વ એજન્ડા' અપનાવ્યો છે, જેનાથી સમાજવાદી પાર્ટીને ગઠબંધનમાં પોતાના સમર્થન પર પુનઃવિચાર કરવો પડ્યો.

આ પણ વાંચોઃ 'દેશમાં 1947 કરતાં પણ બદતર સ્થિતિ, PM મોદી દખલ કરે...', શાહી ઈમામ બુખારીની અપીલ

મહારાષ્ટ્ર સપા અધ્યક્ષે કહ્યું, 'બાબરી મસ્જિદને ધ્વસ્ત કરનારને શુભકામના આપતાં એક અખબારમાં શિવસેના (યુબીટી) દ્વારા એક જાહેરાત આપવામાં આવી હતી. તેમના (ઉદ્ધવ ઠાકરે) સહોયગીએ પણ મસ્જિદના વિધ્વંસના વખાણ કરતાં એક્સ પર પોસ્ટ કરી છે. તેઓએ કહ્યું, 'અમે એમવીએ છોડી રહ્યા છીએ. હું અખિલેશ યાદવ સાથે વાત કરી રહ્યો છું.'

અબુ આઝમીએ કહ્યું, 'એમવીએમાં બેઠક વહેંચણી દરમિયાન અને બાદમાં અભિયાનમાં કોઈ સમન્વય ન હતું. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક આંતરિક બેઠકમાં પોતાના નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓને આક્રમક રૂપે હિન્દુત્વ એજન્ડાને આગળ વધારવા માટે કહ્યું. 6 ડિસેમ્બરે પાર્ટીના સોશિયલ મીડિયા પર બાબરી મસ્જિદ વિધ્વંસના પક્ષમાં એક સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો. અમે તેને સહન નહીં કરી શકીએ. તેથી, અમે એવીએમાં ન રહેવાનો નિર્ણય કર્યો છે.'


આ પણ વાંચોઃ મુજફ્ફરનગરની મસ્જિદ પણ વિવાદમાં, 'શત્રુ સંપત્તિ' જાહેર, પાકિસ્તાનના પ્રથમ PM સાથે કનેક્શન

શિવસેના(યુબીટી)એ કરી પોસ્ટ

શિવસેના(યુબીટી)ના નેતા મિલિન્દ નાર્વેકરે મસ્જિદના વિધ્વંસની એક તસવીર પોસ્ટ કરી અને સાથે જ શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેના નિવેદન રૂપે અવતરણ ચિહ્નમાં લખ્યું, 'મને એ લોકો પર ગર્વ છે, જેણે આવું કર્યું.'


Google NewsGoogle News