લોનાવાલાનો ખૌફનાક VIDEO : પાણીમાં તણાયો આખો પરિવાર, ત્રણના મોત, બે બાળકો ગુમ
Family Drowned in Pune : પુણેના લોનાવાલામાં પાણીના ઝડપી પ્રવાહમાં આખો પરિવાર તણાયો હોવાની ખોફનાક ઘટના બની છે. આ ઘટનામાં એક 36 વર્ષિય મહિલા સહિત 13 વર્ષની અને આઠ વર્ષની બાળકીના મોત થયા છે. ડેમ પાસેની નદીમાંથી ત્રણેયના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 9 વર્ષનો અને ચાર વર્ષનો બાળક ગુમ હોવાના અહેવાલો મળ્યા છે.
આ પણ જુઓ : VIDEO-મથુરામાં ઓવરહેડ ટાંકી ધરાશાયી, બે લોકોના મોત, ઘણા લોકો ઘાયલ
આખો પરિવાર પાણીમાં તણાયો
આ ઘટનાનો ખોફનાક વીડિયો પણ સામે આવ્યા છે. તેમાં પાણીના ઝડપી પ્રવાહમાં આખો પરિવાર તણાતો જોવા મળી રહ્યો છે. જ્યાં ઘટના બની ત્યાં આસપાસ ઘણા લોકો હાજર હતા અને આ લોકોએ પરિવારને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લોકોએ દોરડા ફેંકીને પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જોતજોતામાં આખો પરિવાર પાણીમાં તણાઈ ગયો હતો.
વરસાદની મજા માણવા આવ્યો હતો પરિવાર
સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં અંસારી પરિવાર ભોગ બન્યો હતો. પરિવારના સભ્યો વરસાદની મોસમમાં ભુશી ડેમ પાસેના ઝરણાંમાં આનંદ લેવા આવ્યો હતો. અમને એવી માહિતી મળી છે કે, આ દરમિયાન અચાનક પુર આવતા આખો પરિવાર પાણીના ઝડપી પ્રવાહની વચ્ચે ફસાઈ ગયો હતો. ત્યાં આસપાસના લોકોએ પણ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં કોઈએ દોરડા ફેંક્યા તો કેટલાકે એકબીજાને દુપટ્ટાથી બાંધવાની સલાહ આપી હતી.
આ પણ જુઓ : VIDEO-અમદાવાદનાં શેલામાં બસ સમાઈ જાય એટલો ભૂવો પડ્યો
ત્રણ મૃતદેહો મળી આવ્યા, બે બાળકો લાપતા
ત્યારબાદ થોડી જ સેકન્ડોમાં પરિવારનો એક પછી એક સભ્ય પાણીમાં તણાયો હતો. સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા મુજબ આ ઘટનામાં એક 36 વર્ષની મહિલા, એક 13 વર્ષની અને બીજી આઠ વર્ષની બાળકીના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત એક નવ વર્ષના અને ચાર વર્ષના બાળકની શોધખોળ ચાલી રહી છે.