Get The App

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા થશે મોટા ઉલટફેર? દિગ્ગજ નેતાએ કહ્યું- અમારા સંપર્કમાં ઘણાં નેતા છે...

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા થશે મોટા ઉલટફેર? દિગ્ગજ નેતાએ કહ્યું- અમારા સંપર્કમાં ઘણાં નેતા છે... 1 - image
Image: IANS

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં હાલ જાણે પક્ષપલટાની લહેર ચાલી રહી છે. અમુક નેતા ઘર વાપસી કરે છે તો અમુક એવા નેતા પણ છે જે ચૂંટણીમાં વધુ સારી સંભવાનના ધ્યાને લઈને પક્ષપલટો કરી રહ્યાં છે. એકનાથ ખડસેના નિવેદનને લઈને શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડીના સંપર્કમાં ઘણાં નેતા છે. મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના, એનસીપીના અનેક અગ્રણી નેતાઓ MVAમાં સામેલ થશે.’

એકનાથ ખડસેના નિવેદન પરથી લાગી રહ્યું છે કે, તેઓ ભાજપથી નારાજ છે અને સંભવતઃ તે શરદ પવારના જૂથમાં વાપસી કરી શકે છે.

આ પણ વાંચોઃ હરિયાણામાં AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાની તૈયારીમાં રાહુલ ગાંધી? ભાજપની વધશે ચિંતા

સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ‘અમારા સંપર્કમાં પણ ઘણાં નેતા છે, જેની જલ્દી તમને ખબર પડી જશે કે, મહાવિકાસ અઘાડીમાં મહાયુતીના કેટલા મોટા-મોટા નેતા આવી રહ્યા છે.’

એકનાથના નિવેદનથી ગરમાઈ રાજનીતિ

એકનાથ ખડસેએ ભાજપમાં વાપસી કરી હતી, પરંતુ તેઓએ આરોપ લગાવ્યો છે કે, ‘અમુક લોકોના વિરોધના કારણે ભાજપમાં તેમના આવવાની ઔપચારિક જાહેરાત કરાઈ નથી. તેઓ આ વાતથી ખૂબ નારાજ છે. હું હજુ પણ શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટીનો સભ્ય છું અને તેનો ધારાસભ્ય પણ છું. મારા રાજીનામાનો સ્વીકાર નથી કરાયો. હું થોડા દિવસ રાહ જોઈશ અને પછી કોઈ નિર્ણય લઈશ.’

આ પણ વાંચોઃ 'હિંમત હોય તો સામે આવો, પછી બતાવું...' અજીત પવારે કોને આપી ખુલ્લી ચેતવણી

ચૂંટણી પહેલાં ભાજપ અને એનસીપીને લાગ્યો ઝટકો

ચૂંટણી પહેલાં મહાયુતિના પક્ષના નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ભાજપ નેતા અને પૂર્વ મંત્રી સૂર્યકાંત પાટીલ અને માદવરાય કિન્હાલકર શરદ પવારના જૂથમાં જોડાઈ ગયાં છે. વળી, સોલાપુરથી વસંત દેશમુખે શરદ પવારની પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરી દીધી હતી. સમરજીત ઘાટગેએ પણ એનસીપી-એસપીનો હાથ પકડી લીધો છે. વળી, અજીત પવાર જૂથના રામરાજે નિંબાલકર પણ પાર્ટી છોડે તેવી સંભાવના છે. 

જુલાઈમાં પીંપલી-ચિંચવાડથી એનસીપીના 20થી વધરે પદાધિકારીઓ શરદ પવાર જૂથમાં જોડાઈ ગયા છે. તેઓએ શરદ પવારની રેલી પહેલાં એનસીપીમાંથી રાજીનામું આપી દીધું હતું.



Google NewsGoogle News