મોદીને સમર્થન આપવા દિલ્હી ગયા અજિત અને મુંબઈમાં થઈ ગયો ખેલ, શરદ પવારની પાર્ટીનો મોટો દાવો

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
મોદીને સમર્થન આપવા દિલ્હી ગયા અજિત અને મુંબઈમાં થઈ ગયો ખેલ, શરદ પવારની પાર્ટીનો મોટો દાવો 1 - image


Maharashtra Politics News : મહારાષ્ટ્રના લોકસભા ચૂંટણી પરિણામો બાદ શરદ પવાર (Sharad Pawar)ની પાર્ટી એનસીપીએ ચોંકાવનારો દાવો કર્યો છે. હાલ એનસીપીના વડા અજિત પવાર (Ajit Pawar) જીતેલા એક સાંસદને લઈને NDAની સંસદીય દળની બેઠકમાં ગયા છે, ત્યારે બીજીતરફ રાજ્યના રાજકારણમાં NCPSPએ મોટો ખેલ પાડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

‘અજિત પવારના ધારાસભ્યો અમારા સંપર્કમાં’

શરદ પવારની પાર્ટીના નેતા રોહિત પવારે (Rohit Pawar) દાવો કર્યો છે કે, ‘અજિત પવારના ધારાસભ્યો સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા ધારાસભ્યો અજિતના પક્ષને છોડી આવવા તૈયાર છે.’ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, માત્ર વફાદારોને જ પ્રાથમિકતા અપાશે.

મોદીને સમર્થન આપવા દિલ્હી ગયા અજિત અને મુંબઈમાં થઈ ગયો ખેલ, શરદ પવારની પાર્ટીનો મોટો દાવો 2 - image

ભાજપે અમારી પાર્ટી તોડી, પરિવાર તોડ્યો : રોહિત પવાર

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પરિણામો (Lok Sabha Election Result 2024) અંગે એનસીપીએસપીના નેતા રોહિત પવારે કહ્યું કે, ‘ભાજપે (BJP) અમારી પાર્ટી તોડી, અમારો પરિવાર તોડ્યો, જોકે પ્રજાએ તેમને જવાબ આપી દીધો છે.’

મહારાષ્ટ્ર ચૂંટણીમાં NDAને ઝટકો

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં એનડીએને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની કુલ 48 બેઠકોમાંથી એનડીએમાં સામેલ ભાજપે નવ, એકનાથ શિંદે (Eknath Shinde)ની શિવસેના (Shiv Sena)એ સાત અને અજિતની એનસીપીએ એક બેઠક જીતી છે. બીજીતરફ મહાયુતિ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસે (Congress) 13, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ નવ, શરદ પવારની પાર્ટી એનસીપીએ આઠ બેઠકો જીતી છે. આમ રાજ્યમાં એનડીએ ગઠબંધને 17 અને મહાયુતિ ગઠબંધને 30 બેઠકો પર વિજય મેળવ્યો છે.


Google NewsGoogle News