Get The App

'એકનાથ શિંદેનો સમય સમાપ્ત...' CM પદ ગુમાવતાં જ ઉદ્ધવ સેનાના દિગ્ગજે કર્યો કટાક્ષ

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
'એકનાથ શિંદેનો સમય સમાપ્ત...' CM પદ ગુમાવતાં જ ઉદ્ધવ સેનાના દિગ્ગજે કર્યો કટાક્ષ 1 - image


Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદથી રાજકીય અસ્થિરતાની વચ્ચે આજે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ દરમિયાન શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે એકનાથ શિંદેને લઈને નિવેદન આપ્યું છે. 

સંજય રાઉતે કર્યો કટાક્ષ

રાઉતે કહ્યું કે, એકનાથ શિંદેનો યુગ ખતમ થઈ ગયો છે. તેમનો યુગ બે વર્ષનો જ હતો. ત્યારે તેમની જરૂરત હતી, જે હવે પૂરી થઈ ગઈ છે તેથી તેમને ફેંકી દેવામાં આવ્યા છે. હવે શિંદે આ રાજ્યમાં ક્યારેય મુખ્યમંત્રી નહીં બને. આ લોકો શિંદેની પાર્ટી પણ તોડી શકે છે. આ ભાજપની હંમેશાની સ્ટ્રેટેજી રહી છે કે, જેમની સાથે કામ કરે તેમની પાર્ટી તોડી દે છે. આજથી દેવેન્દ્ર ફડણવીસ આ રાજ્યના મુખ્યમંત્રી હશે. તેમની પાસે બહુમત છે, પરંતુ બહુમત હોવા છતાં તેઓ 15 દિવસ સુધી સરકાર નથી બનાવી શક્યાં. જેનો અર્થ છે કે, પાર્ટીની અંદર અથવા મહાયુતિમાં કંઈક ગડબડ છે અને કાલથી આ ગડબડ તમને જોવા મળશે. આ લોકો મહારાષ્ટ્ર અથવા દેશહિત માટે કામ નથી કરતાં. આ લોકો ફક્ત પોતાના સ્વાર્થ માટે જ સાથે આવ્યા છે. 

આ પણ વાંચોઃ CM પદ ગુમાવ્યા બાદ એકનાથ શિંદે સામે મોટું સંકટ, પાર્ટીના ધારાસભ્યોની માગ બની માથાનો દુઃખાવો!

શિંદેને બનવું હતું મુખ્યમંત્રી

ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ લગભગ દોઢ અઠવાડિયા સુધી મુખ્યમંત્રીના પદને લઈને સસ્પેન્સ બનેલું રહ્યું. જણાવવામાં આવી રહ્યું હતું કે, એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનવા ઇચ્છે છે. જોકે, મહાયુતિની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઇચ્છતી હતી. અંતે આ તમામ અટકળો પર બુધવારે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું અને દેવેન્દ્ર ફડણવીસની મુખ્યમંત્રીના રૂપે જાહેરાત કરવામાં આવી. 

મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા

સમગ્ર રાજકીય ડ્રામા પર નજર કરીએ તો, શિવસેના ફરી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા ઇચ્છતી હતી. શિવસેનાનો તર્ક હતો કે, શિંદે સરકારની નીતિઓના કારણે ચૂંટણીમાં મહાયુતિ સારું પ્રદર્શન કરી શકી છે. હવે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર આપવામાં આવી છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે, તે ગુરુવારે નાયબ મુખ્યમંત્રી પદની શપથ લેશે કે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે, શિંદે નાયબ મુખ્યમંત્રીના પદની સાથે-સાથે ગૃહ મંત્રાલયની પણ માગ કરી રહ્યા હતાં. જોકે, ગૃહ મંત્રાલય ભાજપની પાસે જ રહેવાની વાત કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, શિંદેએ નારાજ થઈને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, જો ગૃહ મંત્રાલય નથી મળતું તો તે સરકારમાં સામેલ નહીં થાય. જે વિશે ફડણવીસે તેમની સાથે ચર્ચા પણ કરી અને વિશ્વાસ અપાવ્યો હતો કે, તે શિંદેની માગ પર હાઇકમાન્ડ સાથે ચર્ચા કરશે. 

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ‘મહાવિકાસ અઘાડી’ મુશ્કેલીમાં! ચૂંટણીમાં હાર બાદ કહી નાખી મોટી વાત

મહારાષ્ટ્રના પરિણામ

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિને 232 બેઠક મળી છે. ભાજપને 132, શિવસેના (શિંદે જૂથ) 57, અજિત પવારની એનસીપીને 41 બેઠક મેળવી છે. બીજી બાજુ વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઠાકરેની શિવસેનાએ 20, શરદ પવારની એનસીપીએ 10 અને કોંગ્રેસને 16 બેઠક પર જીત મળી હતી.


Google NewsGoogle News