'UPમાં પણ BJPને મોટું નુકસાન થયું, આવી સ્થિતિમાં...', મહારાષ્ટ્રના મંત્રીએ ભાજપ પર સાધ્યું નિશાન

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
'UPમાં પણ BJPને મોટું નુકસાન થયું, આવી સ્થિતિમાં...', મહારાષ્ટ્રના મંત્રીએ ભાજપ પર સાધ્યું નિશાન 1 - image
Image : IANS

Chhagan Bhujbal on Lok Sabha Election Result: મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં હાર પર NCP ધારાસભ્ય છગન ભુજબળનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભુજબળે પોતાના નિવેદનમાં ભાજપ અને ઉત્તર પ્રદેશનો પણ ઉલ્લેખ કર્યો છે.

અમને માત્ર બે બેઠકો મળી : છગન ભુજબળ

મહારાષ્ટ્રના મંત્રી ભુજબળે કહ્યું કે, 'લોકસભાની ચૂંટણીમાં અમને (NCP) 48માંથી માત્ર 4 બેઠકો આપવામાં આવી હતી. જેમાં 2 બેઠકો અમારી પાસેથી લઈ લેવામાં આવી હતી. તેથી, રાયગઢ અને બારામતીની આ 2 બેઠકોમાંથી અમે એક બેઠક જીતી છે.' ભુજબળે વધુમાં કહ્યું કે, 'હવે કોઈ એવું કેવી રીતે કહી શકે કે અમે 48 બેઠકો પર ચૂંટણી લડ્યા, અમને માત્ર 2 બેઠકો મળી. ભાજપ અન્ય રાજ્યોમાં પણ હારી, જેમ કે ઉત્તર પ્રદેશ. કોઈએ વિચાર્યું ન હતું કે ભાજપને ઉત્તર પ્રદેશમાં આટલી ઓછી બેઠકો મળશે. તેથી અજિત પવાર જૂથને દોષિત ઠેરવવા યોગ્ય નથી.'

રાજ્યમાં ભારે ઉથપાથલ સર્જાઈ તેવો માહોલ

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેના કારણે રાજ્યમાં ભારે ઉથલપાથલ સર્જાઈ તેવો માહોલ છે. એનડીએની હાર માટે એનસીપીને જવાબદાર ગણવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રાએ ગુરુવારે આગામી રાજ્યસભા ચૂંટણી માટે એનસીપીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. થોડા દિવસ પહેલા જ તે બારામતીથી લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી ગઈ હતી.

'UPમાં પણ BJPને મોટું નુકસાન થયું, આવી સ્થિતિમાં...', મહારાષ્ટ્રના મંત્રીએ ભાજપ પર સાધ્યું નિશાન 2 - image


Google NewsGoogle News