ઠાકરે જૂથના 6 સાંસદો શિંદે અને ભાજપના સંપર્કમાં: મહારાષ્ટ્રમાં 'ઓપરેશન ટાઈગર'
Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી જ મહારાષ્ટ્રમાં વિવિધ અટકળો ચાલી રહી છે. એવામાં હવે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના (UBT)માં ભંગાણ પડવાની ચર્ચાઓ તેજ થઈ છે. ઉદ્ધવની સેનાના ઘણાં ધારાસભ્યો, સાંસદ અને પૂર્વ ધારાસભ્ય પાર્ટી છોડીને એકનાથ શિંદેની શિવસેના સાથે હાથ મિલાવી શકે છે. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે દાવો કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરેના ઘણાં ધારાસભ્ય, સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સંપર્કમાં છે. 'ઓપરેશન ટાઇગર' 3 મહિનાની અંદર સફળ થશે.
ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડશે અનેક ધારાસભ્ય?
ઉદય સાવંતે દાવો કર્યો કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં જે કામ થયું છે, તેનાથી લોકોને એવી અનુભૂતિ થઈ છે કે, એકનાથ શિંદેના નેતૃત્વમાં જ કામ કરવું જોઈએ. આવનાર ત્રણ મહિનામાં જે પૂર્વ ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં હતાં તે જલ્દી જ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ છોડીને એકનાથ શિંદેનું નેતૃત્વ અપનાવી લેશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં 4 વર્ષની બાળકી પર હેવાનિયત, દુષ્કર્મ બાદ હત્યા કરી આરોપી આરામથી સૂઈ ગયો
કોંગ્રેસવાળા પહેલાં પોતાને જુએ
મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રીએ એકનાથ શિંદેની નારાજગીના પ્રશ્ન પર જવાબ આપતા કહ્યું કે, 'એકનાથ શિંદે નારાજ છે કે નહીં, તેના પર વિપક્ષે એનાલિસિસ કરવાની બદલે જે લોકો મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં હતાં, તેમની હાલત કેવી છે તે વિચારવું જોઈએ. એકનાથ શિંદે મુખ્યમંત્રીની બેઠકમાં કેમ સામેલ ન થયાં તેનો ખુલાસો ખુદ મુખ્યમંત્રીએ આપી દીધો છે. કોંગ્રેસવાળા પહેલાં પોતાને જુએ'.
આ પણ વાંચોઃ VIDEO : મહાકુંભમાં ફરી ભડકી આગ, સંગમ કિનારે સેક્ટર-18માં અનેક ટેન્ટ બળીને ખાખ
લાડલી બહન યોજનાએ વિપક્ષને કંગાળ કર્યું
આ સિવાય વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, લાડલી બહન યોજનાએ મહારાષ્ટ્રને કંગાળ કરી દીધું છે. તેનો જવાબ આપતાં ઉદય સાવંતે કહ્યું કે, લાડલી બહન યોજનાએ વિપક્ષને કંગાળ કરી દીધું છે. તેથી આવા આરોપ લગાવી રહ્યાં છે.