Get The App

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ડ્રામા: વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ-હોર્સ ટ્રેડિંગના ડરથી દોડધામ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Maharashtra Legislative Council Election 2024


Maharashtra Legislative Council Election 2024 : મહારાષ્ટ્રમાં ફરી પોલિટિકલ ડ્રામા શરૂ થઈ ગયો છે. અહીં 11 વિધાન પરિષદની બેઠકો માટે 12મી જુલાઈએ મતદાન થવાનું છે. ચૂંટણીમાં 11 બેઠકો માટે 12 ઉમેદવારોએ ઝંપ લાવતા ક્રૉસ વોટિંગની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે મહાવિકાસ અઘાડી ગઠબંધન સાવચેતી થઈ છે અને પોતાના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તેમજ એનડીએના નેતાઓ પણ તેમનો સંપર્ક ન કરે તે માટે ધારાસભ્યોને રિસોર્ટ મોકલી શકે છે.

વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગનો ડર

મળતા અહેવાલો મુજબ ક્રૉસ વોટિંગના ડરથી મહાવિકાસ અઘાડી ગઠબંધન (Maha Vikas Aghadi Alliance)ના સાથી પક્ષો કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની શિવસેના તેમજ શરદ પવાર (Sharad Pawar)ની એનસીપીએ પોતાના ધારાસભ્યોને એક સાથે હોટલોમાં રાખવાની યોજના બનાવી છે. ખાસ કરીને ઉદ્ધવની પાર્ટીના ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે કે, તેઓ ચૂંટણી પહેલા સાથે રહે.

આ પણ વાંચો : મુંબઈ : BMW હિટ એન્ડ રન કેસમાં શિવસેના નેતાના પુત્રની ધરપકડ, માતા-બહેન સામે પણ કાર્યવાહી

મહાયુતિ ગઠબંધનને ચૂંટણી પહેલા હૉર્સ ટ્રેડિંગ થવાની આશંકા

બીજીતરફ મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપ, મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)ની શિવસેના અને અજિત પવાર (Ajit Pawar)ની એનસીપીએ પણ ચૂંટણી પહેલા હૉર્સ ટ્રેડિંગની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે આ પક્ષઓે તેમના ધારાસભ્યોને એક જ હોટલમાં રાખવાનો પ્લાન શરૂ કરી દીધો છે. આ વખતે બંને ગઠબંધનો ધારાસભ્યોની તૂટના ડરે દોડધામ કરી રહ્યા છે.

એનડીએ અને ઈન્ડિ ગઠબંધન, બંને સતર્ક

મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણીમાં કુલ 48 બેઠકોમાંથી NDAને 17, તો ઈન્ડિ ગઠબંધનને 30 બેઠકો મળી છે. એનડીએને ઓછી બેઠકો મળી હોવાથી એવા ઘણાં ધારાસભ્યો છે, જેઓનું ચૂંટણી બાદ મન બદલાતું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઘણા ધારાસભ્યો અન્ય નેતાઓ પ્રત્યે વફાદારી દેખાડી શકે છે, તેથી જ બંને ગઠબંધન સતત સાવચેતીભર્યા પગલાંઓ લઈ રહ્યા છે.

આ પણ વાંચો : હાથરસ દુર્ઘટનાના SIT રિપોર્ટમાં બાબાને ક્લીનચિટ, દોષનો ટોપલો અધિકારીઓ ને આયોજન સમિતિ પર

11 વિધાન પરિષદની બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં

વર્ષ 2022માં ભાજપ પાસે ઓછી સંખ્યા હોવાના કારણે તેણે ત્રણ રાજ્યસભા બેઠકો અને પાંચ વિધાન પરિષદની બેહઠકો જીતી હતી. ઉલ્લેખનીય છે કે, 11 વિધાન પરિષદની બેઠકો માટે 12મી જુલાઈએ મતદાન થવાનું છે. આ 11 બેઠકો માટે કુલ 12 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેમાં ભાજપના પાંચ, એકનાથ શિંદેની પાર્ટી અને અજિત પવારની પાર્ટીના બે-બે ઉમેદવારો સામેલ છે. જ્યારે મહાવિકાસ અઘાડીના ત્રણ સાથી પક્ષોએ એક-એક ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.


Google NewsGoogle News