ફડણવીસ સામે શિંગડા ભરાવવા તૈયાર શિંદે? મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી છતાં સરકારમાં ડખા
Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે. આ વખતે મહાયુતિની અંદર જ ડખા હોય તેવું લાગી રહ્યું છે. એવું લાગે છે કે એકનાથ શિંદે નારાજ છે અને દેવેન્દ્ર ફડણવીસથી અલગ જ ચાલી રહ્યા હોય એવું લાગે છે. અગાઉ, એકનાથ શિંદે ફડણવીસની સભાઓમાંથી ગાયબ રહ્યા હતા. હવે તેમણે એવો નિર્ણય લીધો છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે સીએમ-ડેપ્યુટી સીએમ વચ્ચેનો વિવાદ વધી ગયો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ મેડિકલ રિલીફ સેલ શરૂ કર્યું છે. મહારાષ્ટ્રમાં સીએમ રિલીફ ફંડ હોવા છતાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પોતાની મેડિકલ રિલીફ સેલ શરૂ કર્યું છે.
ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ પોતાનું મેડિકલ રિલીફ સેલ શરૂ કર્યું
મંગેશ ચિવેટ-પાટીલને એકનાથ શિંદેના મેડિકલ રિલીફ સેલના વડા બનાવવામાં આવ્યા છે. એકનાથ શિંદેની મેડિકલ રિલીફ સેલ આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લોકોને મદદ કરશે. કારણ કે આરોગ્ય વિભાગ એકનાથ શિંદે પાસે છે. એટલે કે, શિંદેની શિવસેનાના નેતા પ્રકાશરાવ અબિટકર
હાલમાં આરોગ્યમંત્રી છે. જો કે, મેડિકલ રિલીફ સેલ સીએમ રિલીફ ફંડની જેમ સીધી નાણાકીય મદદ પૂરી પાડશે નહીં. આમ છતાં એકનાથ શિંદેના આ પગલાને વિદ્રોહી વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
બંને વચ્ચેના મતભેદો આ પહેલા પણ સામે આવ્યા છે
અગાઉ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ હતા ત્યારે તેમની પાસે કાયદો અને ન્યાય વિભાગ હતો. તેમાં તેઓ ખાનગી ચેરીટેબલ હોસ્પિટલમાં દર્દીઓને મદદ કરતા હતા. જોકે, આ પહેલી ઘટના નથી જેમાં મતભેદો સામે આવ્યા હોય. આ પહેલા પણ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે મતભેદ જોવા મળ્યા છે.
આ પણ વાંચો: 'દરેક વસ્તુની કોઈ લિમિટ હોય...' વર્શિપ એક્ટ કેસમાં વધતી જતી PIL પર સુપ્રીમકોર્ટ ભડકી
શિંદેની નારાજગીનું કારણ હજુ સુધી સ્પષ્ટ નહિ
આટલું જ નહિ પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનમાં અધિક મુખ્ય સચિવને MSRTCના હેડ બનાવવા પર પણ વિવાદ થયો હતો. એકનાથ શિંદે કેમ્પના પરિવહનમંત્રી આ પદ પોતાની પાસે રાખવા માગતા હતા. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એકનાથ શિંદેના નામને લઈને પણ હોબાળો થયો હતો. આ પછી તેમાં એકનાથ શિંદેનો સમાવેશ કરવામાં આવ્યો. આ કારણોસર મહાયુતિમાં મહાભારતની શક્યતાઓ દેખાઈ રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શિંદેની નારાજગીનું કારણ શું છે.