Get The App

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પર લટકતી તલવાર! વિધાનસભા સ્પીકર કરશે નિર્ણય, જાણો શું છે મામલો

શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત કેસમાં વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકર આજે ચુકાદો સંભળાવશે

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પર લટકતી તલવાર! વિધાનસભા સ્પીકર કરશે નિર્ણય, જાણો શું છે મામલો 1 - image


Shiv Sena News | મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ મોટો છે. શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સંબંધિત મામલામાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર આજે ચુકાદો આપશે. સ્પીકરનો આ નિર્ણય બુધવારે સાંજે 4 વાગ્યા સુધીમાં આવી શકે છે.

શિવસેનામાં બે જૂથ પડી ગયા હતાં 

જૂન 2022 માં શિવસેનામાં વિભાજન થયા પછી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે બંને જૂથો દ્વારા 34 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓને છ ભાગમાં વહેંચવામાં આવી હતી. તેમાંથી ચાર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને બે શિંદે જૂથની છે.

અસલી શિવસેના કઇ? 

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ છે કે અસલી શિવસેના કઈ છે? મોટી વાત એ છે કે જો એકનાથ શિંદેને ગેરલાયક ઠેરવવામાં આવે છે તો તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડી શકે છે.

ઠાકરે જૂથે આ દલીલ કરી હતી

ઠાકરે જૂથ વતી વરિષ્ઠ વકીલ દેવદત્ત કામતે દલીલો કરી હતી. તેમણે એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યોને બંધારણની 10મી અનુસૂચિ હેઠળ ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે શિંદે અને શિવસેનાના 38 ધારાસભ્યો 20 જૂન, 2022ના રોજ મુંબઈની બહાર ગયા હતા. બાદમાં તેમણે મહા વિકાસ આઘાડી સરકારને પતન કરવામાં ભાજપને મદદ કરી હતી.

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પર લટકતી તલવાર! વિધાનસભા સ્પીકર કરશે નિર્ણય, જાણો શું છે મામલો 2 - image


Google NewsGoogle News