મહારાષ્ટ્રમાં ફરી 'નવા ખેલ'ની તૈયારી? કેબિનેટ મીટિંગમાં અજિત પવાર ગેરહાજર, બહેને કહ્યું- 'હનીમૂન ઓવર'

અજિત પવારે દિલ્હી દરબારથી પણ પોતાને અલગ રાખ્યા

તાજેતરના ઘટનાક્રમથી એવી ચર્ચાઓ થઇ રહી છે કે ક્યાંક ફરી એકવાર રાજ્યના રાજકારણમાં એકાએક પલટો તો આવવાનો નથી ને?

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ફરી 'નવા ખેલ'ની તૈયારી? કેબિનેટ મીટિંગમાં અજિત પવાર ગેરહાજર, બહેને કહ્યું- 'હનીમૂન ઓવર' 1 - image

મહારાષ્ટ્રની ટ્રિપલ એન્જિન સરકાર (maharashtra politics) માં બધું ઠીક ચાલી રહ્યું હોય તેવું દેખાતું નથી. ત્રણેય એન્જિન એક દિશામાં આગળ નથી વધી રહ્યા. આ મૂંઝવણ વચ્ચે જ રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવાર (ajit pawar) કેબિનેટ બેઠકમાં (Maharashtra cabinet meeting) ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે (eknath shinde) અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (devendra fadanvis) મોડી રાતે દિલ્હી રવાના થઇ ગયા હતા. 

દિલ્હી દરબારમાં પણ ન ગયા અજિત પવાર! 

માહિતી અનુસાર અજિત પવારે દિલ્હી દરબારથી પણ પોતાને અલગ રાખ્યા છે. આ રાજકીય ઘટનાક્રમે ફરી લોકોને ચોંકાવ્યા છે અને એવી ચર્ચાઓ થઇ રહી છે કે ક્યાંક ફરી એકવાર રાજ્યના રાજકારણમાં એકાએક પલટો તો આવવાનો નથી ને?

સુપ્રિયા સુલેેેેનું નિવેદન ચર્ચામાં

એક તરફ વિપક્ષે અજિત પવારની કેબિનેટ બેઠકમાં ગેરહાજરીને એક રાજકીય બીમારી ગણાવી છે તો બીજી બાજુ તેમની નાની બહેન અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ (Supriya Sule) સાંકેતિક ભાષામાં તેને 'હનીમૂન ઓવર' કહ્યું છે સુપ્રિયા સુલેએ કહ્યું કે ટ્રિપલ એન્જિન સરકારને સત્તામાં આવ્યાને હજુ 3 જ મહિના થયા છે અને મેં સાંભળ્યું છે કે એક જૂથ નારાજ છે. તેમણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે જે જૂથ નારાજ છે તેણે ફડણવીસ જોડે મુલાકાત કરી અને તેમને વાકેફ કરાવ્યા. 3 મહિનામાં હનીમૂન ખતમ અને ગઠબંધનમાં સમસ્યાઓ અત્યારથી સામે આવવા લાગી છે. 


Google NewsGoogle News