Get The App

બિહાર જ નહીં મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હલચલ! ઉદ્ધવ ઠાકરે જૂથે કર્યા ફડણવીસના વખાણ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
બિહાર જ નહીં મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હલચલ! ઉદ્ધવ ઠાકરે જૂથે કર્યા ફડણવીસના વખાણ 1 - image


Uddhav Thackeray Appreciate Devendra Fadnavis: એક દિવસ પહેલાં એકનાથ શિંદેને 'ડિપ્રેશન'માં જણાવીને બીજા દિવસે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના જોરદાર વખાણ કર્યા છે. જી હા, સીધી રીતે ઉદ્ધવે નહીં પરંતુ તેની પાર્ટીના મુખપત્ર 'સામના'માં દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતો લેખ લખવામાં આવ્યો છે. 'દેવાભાઉ, અભિનંદન!' શીર્ષક હેઠળ લખવામાં આવેલા એડિટોરિયલમાં કહેવામાં આવ્યું કે, 'મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવા વર્ષે કામની શરુઆત કરી અને તેના માટે ગઢચિરૌલી જિલ્લો પસંદ કર્યો. જોકે, મંત્રીમંડળના ઘણાં મંત્રી મલાઈદાર વિભાગો અને વિશેષ જિલ્લાના જ પાલકમંત્રી પદ માટેની હઠ લઈને બેઠા હતા, મુખ્યમંત્રી ફડણવીસ ગઢચિરૌલી પહોંચ્યા અને તે નક્સલી પ્રભાવિત જિલ્લામાં વિકાસના નવા પર્વની શરુઆત કરી.'

'સામના'ના લેખની દરેક લાઇન કંઈક મેસેજ આપતી જોવા મળી રહી છે. સ્પષ્ટપણે કોઈ કંઈ નહીં કહે, પરંતુ આ બદલાયેલો મિજાજ એક મોટો સંકેત આપી રહ્યો છે. સંજય રાઉતે આજે મીડિયાને કહ્યું કે, 'અમે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા છે. વખાણ કર્યાં, કેમ કર્યાં? કારણકે, સરકારે સારું કામ કર્યું. ભલે અમે વિપક્ષમાં છીએ, પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય અમારું છે.' એવામાં સવાલ ઊભા થાય છે કે, શું મહારાષ્ટ્રમાં ફરી કંઈ મોટું થવા જઈ રહ્યું છે કે શું? જણાવી દઈએ કે, 'સામના'ના એડિટર ઉદ્ધવ ઠાકરે જ છે. નોંધનીય છે કે, શુક્રવારે ફડણવીસના વખાણ કર્યાં તેના એક દિવસ પહેલાં ગુરુવારે શિંદે વિશે લેખ લખવામાં આવ્યો હતો તેના પર એક નજર કરીએ. 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સરકાર બનતા જ ખટપટ! ફડણવીસે શિંદેના નિર્ણય પર રોક લગાવી તપાસના આદેશ આપ્યા

'શિંદે ડિપ્રેશનમાં છે'

ગુરુવારના શિંદે પર લખેલાં લેખમાં લખ્યું હતું કે, 'ખુદ નાયબ મુખ્યમંત્રી શિંદે ડિપ્રેશનમાં છે, તેવું તેમના નજીકના લોકોનું કહેવું છે અને મોટાભાગનો સમય સાતારાના ગામમાં પસાર કરે છે. ગામના લોકોનું કહેવું છે કે, અમાસના દિવસે ગામના ખેતરોમાં રાષ્ટ્ર કાર્યોની અગ્નિ પ્રજવલિત કરે છે. તેનાથી મહારાષ્ટ્રની જનતાને શું મળશે?'

ફડણવીસના કર્યાં વખાણ

શુક્રવારે પ્રકાશિત થયેલા 'સામના'ના લેખમાં લખવામાં આવ્યું હતું કે, 'જ્યારે આખો દેશ નવા વર્ષના સ્વાગત અને ઉજવણીમાં મગન હતો, ત્યારે દેવેન્દ્ર ફડણવીસે નવા વર્ષનો પહેલો દિવસ ગઢચિરૌલીમાં પસાર કર્યો, ફક્ત સમય જ પસાર ન કર્યો પરંતુ, અનેક વિકાસ કાર્યોનું ભૂમિપૂજન, ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કર્યું. તે સમયે તેઓએ પોતાની વાતમાં ગઢચિરૌલીના વિકાસના નવા કાળને પણ ટાંક્યો. જો મુખ્યમંત્રીએ જે કહ્યું તે સાચું પડે તો ન ફક્ત ગઢચિરૌલી, પરંતુ આખાય મહારાષ્ટ્ર માટે સકારાત્મક રહેશે.

મુખ્યરૂપે ગઢચિરૌલી જિલ્લામાં સામાન્ય લોકો, ગરીબ આદિવાસીઓ માટે આ દિવસ હકીકતમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક સમાન હશે. વાંધો એ વાતનો છે કે, ગઢચિરૌલી જિલ્લામાં નક્સલવાદીઓના કારણે હજુ સુધી સાધારણ વિકાસ પણ નથી થઈ શક્યો. આ વાતમાં તથ્ય છે, પરંતુ આવી જગ્યાએ હંમેશા શાસકોની ઇચ્છાશક્તિ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. જો મુખ્યમંત્રી ફડણવીસે આ કરી બતાવવાનો નિર્ણય લીધો છે તો આ ખુશીની વાત છે. 

નક્સલવાદી ભારતીય સમાજ પર એક કલંક છે. માઓવાદના નામે યુવાનો શરીર પર ફૌજી વર્દી પહેરે છે, બંદૂક ઉઠાવે છે. જંગલમાંથી સત્તાની સામે સમાનાંતર સશસ્ત્ર સરકાર ચલાવવામાં આવે છે. શાષકો વિરુદ્ધ અને સાહુકારીની સામે લડાઈના નામે બેરોજગારોને નક્સલી આર્મીમાં ભરતી કરવામાં આવે છે અને સરકાર સામે લડત ઊભી કરવામાં આવે છે. આ બધું કરવામાં આવે છે માઓવાદના નામે. ગરીબી અને બેરોજગારીના કારણે, યુવાનો માઓવાદી વિચારો તરફ વળે છે. 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં 2800 કરોડનું કૌભાંડ? શિંદેને ફડણવીસ બાદ વિપક્ષે આપ્યો ઝટકો


ગઢચિરૌલી જેવા ઘણાં વિસ્તાર વિકાસથી વંચિત રહ્યા અને અહીં નક્સલી ચળવળ ઊભી થઈ. ફટાફટ ન્યાય મળવાના કારણે ગામડે-ગામડે નક્સલવાદના સમર્થક અને આશ્રયદાતાઓ બની ગયા. કાશ્મીરના યુવાનો જે કારણે આતંકવાદીઓના સમર્થક બન્યા, આ જ બેરોજગારી, ગરીબીના કારણે ગઢચિરૌલી જેવા જિલ્લામાં નક્સલવાદ વધ્યો. નક્સલવાદ એટલે 'ક્રાંતિ' એ તણખલો તેમના મગજમાં ઉઠ્યો અને ભારતીય બંધારણનો વિરોધ કરવાનું શરુ કર્યો. જેના માટે અમારી રાજ્ય વ્યવસ્થા જવાબદાર છે. 

અમે મુખ્યમંત્રીને અભિનંદન આપીએ છીએ...

ભણ્યા પછી 'પકોડા' તળવાને બદલે યુવાનો હાથમાં બંદૂક લઈને આતંક મચાવવા તરફ વળ્યા હતા. આ સંઘર્ષમાં માત્ર લોહી વહી ગયું હતું. પોલીસકર્મીઓ પણ માર્યા ગયા અને નાના-નાના બાળકો પણ માર્યા ગયા. હવે જો વર્તમાન મુખ્યમંત્રી ગઢચિરૌલીમાં આ ચિત્ર બદલવાનું નક્કી કરે તો અમે તેમને અભિનંદન આપીએ છીએ. ગઢચિરૌલીના અગાઉના વાલી મંત્રીઓ પણ ઘણી વખત મોટરસાઇકલ પર અહીં આવ્યા હતા. જો કે, ત્યારે આક્ષેપો બહાર આવ્યા હતા કે તેમની મુલાકાતો ત્યાંના આદિવાસીઓના વિકાસ કરતાં કેટલાંક ખાણ માલિકોની ટકાવારી કેવી રીતે વધારવી તે અંગે વધુ હતી.

જો કે, એકંદરે એવું લાગે છે કે 'ભાવિ પાલક મંત્રી' ફડણવીસ ગઢચિરૌલીમાં કંઈક નવું કરશે અને ત્યાંના આદિવાસીઓનું જીવન બદલી નાખશે. જો કે, તેમના દાવા મુજબ ગઢચિરૌલીનો વિકાસ પૂર્ણ કરવા માટે, તેઓએ ગઢચિરૌલીના વિકાસ માટેનો 'રોડમેપ' અમલમાં મૂકવો પડશે. ગઢચિરૌલીમાં હજુ સુધી આવું બન્યું નથી. તેઓ નક્સલવાદીઓ સામે આંગળી ચીંધી શકતા નથી. તેમણે નક્સલવાદીઓના વિરોધને તોડવા માટે આ બંને મોરચે કામ કરવું પડશે અને વિકાસના કામો પણ હાથ ધરવા પડશે.

આ પણ વાંચોઃ ભાજપ સંગઠનમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, ગુજરાત સહિતના રાજ્યોમાં અધિકારીઓની નિમણૂક

ફડણવીસની હાજરીમાં મહિલા નક્સલવાદી તારક્કા સહિત 11 નક્સલવાદીઓનું સમર્પણ, તેમજ આઝાદી પછી એટલે કે 77 વર્ષ પછી પહેલીવાર અહેરીથી ગર્દેવાડા સુધી દોડતી એસટી બસ ચોક્કસપણે મુખ્યમંત્રીના 'મિશન ગઢચિરૌલી'ના વલણને દર્શાવે છે. મુખ્યમંત્રી ફડણવીસે ગઢચિરૌલીમાં 'લૉયડ મેટલ્સ ઍન્ડ એનર્જી લિમિટેડ'ની સ્ટીલ ફેક્ટરીનું પણ ઉદ્ઘાટન કર્યું.

મુખ્યમંત્રી ફડણવીસે આશ્વાસન આપ્યું કે, હવેથી ગઢચિરૌલીને 'સ્ટીલ સિટી'નો દરજ્જો મળીને રહેશે. તેના માટે ગઢચિરૌલીને નક્સલવાદીઓથી સંપૂર્ણ રીતે મુક્ત કરવું પડશે. જો હાજર મુખ્યમંત્રી ગઢચિરૌલીને 'નક્સલ જિલ્લા'ને બદલે 'સ્ટીલ સિટી'ના રૂપે નવી ઓળખ આપે તો તેનું સ્વાગત કરવું જોઈએ. ફડણવીસ ગઢચિરૌલીને છેલ્લા નહીં પરંતુ મહારાષ્ટ્રના પહેલાં જિલ્લાના રૂપે ઓળખ અપાવાવાનો પ્રયાસ કરશે. આ ખોટું નથી, પરંતુ ગઢચિરૌલીના વિકાસનું આ ભારણ ત્યાંની સામાન્ય જનતા અને ગરીબ આદિવાસીઓ માટે ઉપાડવામાં આવ્યું છે, કોઈ ખનન સમ્રાટ માટે નહીં. દેવાભાઉએ આ કરી બતાવવાનો ખ્યાલ જરૂર રાખવો પડશે. તો જ તેમનું વચન સાચું પડશે કે, ગઢચિરૌલીના પરિવર્તનની શરુઆત નવા વર્ષના સૂર્યોદયથી શરુ થઈ છે. જોકે, બીડમાં બંદૂક રાજ ચાલે છે, પરંતુ જો ગઢચિરૌલીમાં બંધારણનું રાજ આવી રહ્યું છે તો મુખ્યમંત્રી ફડણવીસ પ્રશંસાને પાત્ર છે!


Google NewsGoogle News