Get The App

VIDEO: ‘રૂ.53 કરોડ આપો, EVM હેક કરી આપીશ', દાવો કરતાં યુવક સામે ચૂંટણી પંચે નોંધાવી FIR

Updated: Dec 1st, 2024


Google News
Google News
VIDEO: ‘રૂ.53 કરોડ આપો, EVM હેક કરી આપીશ', દાવો કરતાં યુવક સામે ચૂંટણી પંચે નોંધાવી FIR 1 - image


EVM Hack Viral Video : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વનીયતા સામે આંગળી ચિંધાઈ રહી છે. કેટલાક વિપક્ષોએ EVMની વિશ્વનીયતા સામે વાંધો ઉઠાવ્યો છો. તો ચૂંટણી પંચે પણ તમામ દાવાઓને ફગાવી દીધા છે. બીજીતરફ ઈવીએમ પર આશંકા વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ ઈવીએમની કથિત હેરફેર કરવાની યોજના બનાવતો જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં EVM હેક કરાયાનો દાવો

આ વીડિયો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે આકરી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર સીઈઓના કાર્યાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઈવીએમને હેક કરાતું હોવાનો ખોટો, આધારવિહોણો દાવો કરી રહ્યો છે. આ મામલે મહારાષ્ટ્રની મુખ્ય ચૂંટણી અધિકારીએ ફરિયાદ કર્યા બાદ મુંબઈ સાઈબર પોલીસે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

EVM હેકનો દાવો કરનાર સામે ફરિયાદ નોંધાઈ

મુંબઈ સાઈબર પોલીસે વીડિયોમાં દેખાતા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ચૂંટણી પંચે ભારપૂર્વક કહ્યું છે કે, ઈવીએમ એક સ્ટેન્ડઅલોન મશીન છે, જે કોઈપણ નેટવર્ક સાથે ન જોડાઈ શકે. તે વાઈ-ફાઈ અને બ્લૂટૂથી પણ કનેક્ટ થઈ શકતું નથી. ઈવીએમમાં હેરફેરની કોઈ શક્યતા જ નથી. ઈવીએમમાં ક્યારેય છેડછાડ ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે પણ ઘણી વખત ઈવીએમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના CMનું નામ ફાઇનલ, હાઈકમાન્ડની મહોર બાકી: ભાજપ નેતાના નિવેદનથી વધ્યું સસ્પેન્સ

Tags :
MaharashtraEVM-HackElection-Commission

Google News
Google News