મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ આપ્યો 'એક રહેંગે તો સેફ રહેંગે'નો નારો, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Maharashtra Assembly Elections 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા હાલના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. શનિવારે (9 નવેમ્બર) મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધી હતી, આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ભારે પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે 'એક રહેંગે તો સેફ રહેંગે'નો નારો વારંવાર દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ દેશમાં લોકોને જાતિઓમાં વહેંચવા માગે છે. એટલા માટે આપણે એક રહીશું તો સેફ રહીશું.'
કોંગ્રેસ લોકોને જાતિઓમાં વહેંચવા માગે છે : PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક દાયકાથી કોંગ્રેસનો જનાધાર સતત ઓછો થઈ રહ્યો છે. સૌથી મોટું કારણ છે કે સમાજની એકતા. પરંતુ કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીને અલગ અલગ જાતિઓમાં વહેંચવા માગે છે. જ્યાં સુધી અલગ અલગ જાતિઓમાં વહેંચાયેલા રહ્યા ત્યાં સુધી કોંગ્રેસ મજબૂત રહી અને કેન્દ્રમાં સરકાર બનાવતી રહી. આ જ કોંગ્રેસની રાજનીતિ છે.
દેશમાં ઓબીસી પ્રધાનમંત્રી છે તે કોંગ્રેસને હજમ નથી થતું : PM મોદી
ઓબીસી અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ઈચ્છે છે કે ઓબીસી જાતિઓ એકબીજા સાથે લડતી રહે. કોંગ્રેસને એ હજમ નથી થતું કે છેલ્લા 10 વર્ષોથી દેશમાં એક ઓબીસી પ્રધાનમંત્રી છે. તે સૌને સાથે લઈને ચાલી રહ્યાં છે. એટલા માટે તેઓ ઓબીસીની ઓળખ ખતમ કરીને અલગ અલગ જાતિઓમાં વહેંચવાનો ખેલ ખેલી રહી છે. કોંગ્રેસ મોટા સમૂહ વાળા ઓબીસીથી કોઈની ઓળખ છીનવીને તેને નાના નાના સમૂહો વાળી અલગ અલગ જાતિઓમાં વહેંચી દેવા માંગે છે. કોંગ્રેસે ઓબીસીને નાના નાના સમહૂમાં તોડીને એકબીજા સાથે લડાવવીને તમારાથી મોટા સમૂહવાળી તેની જે ઓળખ બની છે, તાકાત ઉભી થઈ છે. તેને બરબાદ કરવા માગે છે, છીનવવા માગે છે, તોડવા માગે છે. તમે યાદ રાખજો તમે અલગ અલગ જાતિમાં વહેંચાશો તો તમારી સંખ્યા ઓછી થશે. કોંગ્રેસ વાળા તમારું અનામત છીનવશે. એ જ પ્રયાસ નહેરુજીથી લઈને રાજીવ ગાંધી સુધી સૌએ કર્યા હતી. એ જ કામ એ જ ચાલબાજી કરીને કોંગ્રેસના શહેજાદે દેશની જનતાની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે. હું દેશ વાસીઓને કહું છું કે સમાજને તોડનારી એક રહેંગે તો સેફ રરહેંગે. આ નારો તેમણે વારંવાર દહોરાવ્યો હતો.
તો આજે મહારાષ્ટ્રના અકોલામાં પણ વડાપ્રધાન મોદીએ રેલી યોજી હતી. આ દરમિયાન તેમણે લોકોને એકતાની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની કથિત વિભાજનકારી રણનીતિ વિરૂદ્ધ હરિયાણાનો હવાલો આપતા કહ્યું કે, 'હરિયાણાના લોકો "એક હે તો સેફ હે" મંત્રનું પાલન કરીને કોંગ્રેસના ષડયંત્રને નાકામ કરી દીધું.'