Get The App

ટિકિટ ફાળવણીમાં વિવાદ વચ્ચે શરદ પવારે ત્રીજી યાદી જાહેર કરી, સ્વરા ભાસ્કરના પતિને ફાળવી બેઠક

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
Maharashtra assembly election


Maharashtra NCP SP Candidate List: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં ટિકિટ ફાળવણી મુદ્દે સપાનો વિવાદ હજી થંભ્યો નથી, ત્યાં એનસીપી નેતા શરદ પવારે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પક્ષના વધુ નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં શરદ પવાર જૂથે અણુશક્તિ નગરમાંથી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ટિકિટ ફાળવી છે. ફહાદ અહમદ સપામાં હતા, પરંતુ હવે તે એનસીપી શરદ જૂથમાં જોડાયા છે.

અખિલેશની મંજૂરીથી ફહાદ જોડાયા

એનસીપી-એસસીપીમાં સામેલ થયા બાદ ફહાદ અહમદે જણાવ્યું કે, હું પહેલાં નેતૃત્વ દળ સાથે મુલાકાત કરીશ બાદમાં નિવેદન આપીશ... એનસીપી-એસસીપીની વિચારધારા સમાજવાદી પાર્ટીની વિચારધારાથી અલગ નથી. હું શરદ પવારનો આભાર માનીશ કે, તેમણે અખિલેશ યાદવને પૂછ્યું કે, અમે ફહાદનું નામ અમારા પક્ષના ચિન્હ સાથે જાહેર કરીએ...

આ પણ વાંચોઃ નેતાઓને મળવુ એટલે કોઈ ડીલ નહીં, રાજકીય પરિપક્વતાની નિશાનીઃ CJI ડીવાય ચંદ્રચુડે આપી સ્પષ્ટતા

ત્રીજી યાદીમાં આ ઉમેદવારોને મળી ટિકિટ

1. કરંજા- જ્ઞાયક પટણી

2. હિંગણઘાટ- અતુલ વાંદિલે

3. હિંગણા- રમેશ બંગ

4. અણુશક્તિનગર- ફહાદ અહમદ

5. ચિંચવડ- રાહુલ કલાટે

6. ભોસારી- અજિત ગહ્વાણે

7. માઝલગાંવ- મોહન બાજીરાવ જગતાપ

8. પરલી- રાજેસાહેબ દેશમુખ

9. મોહોલ- સિદ્ધિ રમેશ કદમ

બીજી યાદીમાં 22 ઉમેદવારો ઉતાર્યા

નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ)એ મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકમાં કુલ 85 બેઠકો પર લડવાનો નિર્ણય લીધો છે. જેમાં પ્રથમ યાદીમાં 45, બીજી યાદીમાં 22 ઉમેદવારો ઉતાર્યા હતા. આ યાદીમાં પક્ષના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરને બીડમાંથી, નાસિકના ડિંડોરીમાંથી સુનીતા ચારોસ્કરને ઉતાર્યા છે. પ્રથમ યાદીમાં બારામાતીથી અજીત પવારની સામે તેમના જ ભત્રીજા યુગેન્દ્ર પવારને ઉતાર્યા છે. અત્યારસુધી કુલ 76 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એનસીપી મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં રહી ચૂંટણી લડશે. 

ટિકિટ ફાળવણીમાં વિવાદ વચ્ચે શરદ પવારે ત્રીજી યાદી જાહેર કરી, સ્વરા ભાસ્કરના પતિને ફાળવી બેઠક 2 - image


Google NewsGoogle News