Get The App

મહારાષ્ટ્રમાં ફરી નવા-જૂનીના એંધાણ! દિગ્ગજ NCP નેતાએ નારાજગી વચ્ચે ફડણવીસ સાથે કરી મુલાકાત

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ફરી નવા-જૂનીના એંધાણ! દિગ્ગજ NCP નેતાએ નારાજગી વચ્ચે ફડણવીસ સાથે કરી મુલાકાત 1 - image


Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મહાયુતિમાં મંત્રી પદ ન મળવાથી નારાજ એનસીપી(અજિત પવાર જૂથ)ના નેતા છગન ભુજબળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. ત્યારેબાદ એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, 'હું અને મારા પિતરાઈ ભાઈ સમીર ભુજબળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. અમે રાજકારણ અને સામાજિક જેવા ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે તાજેતરના ઘણાં મુદ્દાઓ પર અમારી વાત સાંભળી.'

શું બોલ્યા ભુજબળ?

એનસીપી(અજિત પવાર જૂથ)ના નેતા છગન ભુજબળ જણાવ્યું હતુ કે, 'મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મને 8-10 દિવસનો સમય આપો, અમે ફરીથી મળીશું અને નક્કી કરીશું કે અમે OBC અને તેમના નેતાઓના કલ્યાણ માટે શું કરી શકીએ.'

તેમણે કેબિનેટમાંથી હટાવવાના સવાલ પર છગન ભુજબળે જણાવ્યું કે, 'હું જાણું છું કે લોકો આ પરિસ્થિતિથી નારાજ છે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ વિશે જાણે છે.'

છગન ભુજબળ કેમ નારાજ છે?

થોડા દિવસો પહેલા એનસીપી (અજિત પવાર જૂથ)ના નેતા  છગન ભુજબળે દાવો કર્યો હતો કે, 'મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મને કેબિનેટમાં સામેલ કરવા માગે છે, પરંતુ નિર્ણય અજિત પવારે લીધો હતો.' નોંધનીય છે કે, 77 વર્ષીય ધારાસભ્ય છગન ભુજબળ અગાઉ મહાયુતિ સરકારમાં મંત્રી હતા. પરંતુ આ વખતે તેને સ્થાન આપવામાં આવ્યું નથી.

છગન ભુજબળે જણાવ્યું હતુ કે, 'એનસીપીમાં અજિત પવાર નિર્ણયો લે છે, જેમ કે ભાજપમાં દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનામાં એકનાથ શિંદે.'

મહારાષ્ટ્રમાં ફરી નવા-જૂનીના એંધાણ! દિગ્ગજ NCP નેતાએ નારાજગી વચ્ચે ફડણવીસ સાથે કરી મુલાકાત 2 - image


Google NewsGoogle News