Maharashtra : આ તે કેવી લત, ચા ન મળતા અધવચ્ચે ડોક્ટર ઓપરેશન છોડી નીકળી ગયા બહાર

કુટુંબ નિયોજનની સર્જરી માટે 8 મહિલાઓને બોલાવવામાં આવી હતી

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
Maharashtra : આ તે કેવી લત, ચા ન મળતા અધવચ્ચે ડોક્ટર ઓપરેશન છોડી નીકળી ગયા બહાર 1 - image
Image:Pixabay

Nagpur Government Doctor Leaves Operations : મહારાષ્ટ્રના નાગપુરના એક સરકારી હોસ્પિટલથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડોક્ટરને ચા પીવાની એટલી લત હતી કે ચા ન મળતા તે અધવચ્ચે ઓપરેશન છોડી(Government Doctor Leave Operations Because Of Not Getting Tea In Hospital)ને ચાલ્યો ગયો હતો. મળેલી માહિતી મુજબ આ ઘટના 3 નવેમ્બરે નાગપુરના મૌડા તાલુકાના સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં બની હતી.

ડોકરોની બીજી ટીમ મોકલી કરાવ્યું ઓપરેશન

કુટુંબ નિયોજનની સર્જરી માટે 8 મહિલાઓને બોલાવવામાં આવી હતી. ડોક્ટરે 4 ઓપરેશન પૂરાં કર્યાં કે તરત જ તેને ચાની તડપ થવા લાગી. હોસ્પિટલમાં ચા ન મળવાથી તે એટલો ગુસ્સે થયો કે બાકીના ઓપરેશન કર્યા વગર જ તે ઓપરેશન થિયેટરની બહાર નીકળી ગયો હતો. જ્યારે બાકીની ચાર મહિલાઓને એનેસ્થેસિયાના ઈન્જેક્શન આપી દેવામાં આવ્યા હતા. આ વાતની જાણ જિલ્લા સીઈઓ શૌમ્યા શર્માને થઇ તો તેમણે તરત જ જિલ્લા પરિષદના અધિકારીઓ મારફતે ડોકરોની બીજી ટીમ મોકલી અને ઓપરેશન કરાવ્યું હતું.

જિલ્લા સીઈઓએ આપ્યા તપાસના આદેશ

જિલ્લા સીઈઓ સૌમ્યા શર્માએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ માટે ત્રણ સભ્યોની કે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. રીપોર્ટ આવ્યા બાદ ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. સૌમ્યા શર્માએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે, જો ડોક્ટરો ચા ન મળતા ઓપરેશન છોડીને જતા હોય તો આવા ડોક્ટરો સામે આઈપીએસની કલમ 304 હેઠળ કાર્યવાહી થવી જોઈએ.

Maharashtra : આ તે કેવી લત, ચા ન મળતા અધવચ્ચે ડોક્ટર ઓપરેશન છોડી નીકળી ગયા બહાર 2 - image


Google NewsGoogle News