VIDEO: નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, ચાર મહિલા સહિત છના મોત, ચાર ગંભીર

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
VIDEO: નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, ચાર મહિલા સહિત છના મોત, ચાર ગંભીર 1 - image


Nagpur Firecracker Factory Explosive : મહારાષ્ટ્રના નાગપુરમાં એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ધડાકાબેર વિસ્ફોટ થતા અફરાતફરી મચી છે. આ ઘટનામાં સ્થળ પર જ છ લોકોના મોત થયા હોવાને અહેવાલો સામે આવ્યા છે. આ ઉપરાંત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ચાર લોકોની હાલ ગંભીર છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરજોશમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટના બપોરે એક વાગ્યા બની હોવાની વિગતો સાંપડી છે.

પેકેજિંગ વિભાગમાં દારુખાનું પાસે આગ લાગ્યા બાદ વિસ્ફોટ

મળતા અહેવાલો મુજબ હિંગના તાલુકાના ધામનામાં ચામુંડી એક્સપ્લોસિવ પ્રાઈવેટ લિમિટેડ (Chanmundi Explosive Pvt. Ltd.) નામની ફેક્ટરી આવેલી છે, જેમાં ફટાકડા બનાવવાનું કામ થાય છે. રાબેતા મુજબ આજે ફેક્ટરીમાં ઘણા કર્મચારીઓ કામ કરવા પહોંચ્યા હતા, જ્યાં બપોરે એક વાગ્યાની આસપાસ ફેક્ટરીના પેકેજિંગ વિભાગમાં આગ લાગી ગઈ હતી. અહીં દારુખાનું હોવાના કારણે જોરદાર બ્લાસ્ટ થયો હતો. એવું પણ કહેવાય છે કે, જ્યારે બપોરે ભોજનનો સમય થયો ત્યારે બધા જમવા બેઠા હતા, ત્યારે આ બ્લાસ્ટ થયો.

મૃતકોમાં મોટાભાગના 22થી 27 વર્ષના નવયુવાનો

ફેક્ટરીમાં 10 લોકો કામ કરી રહ્યા હતા, ત્યારે વિસ્ફોટ થયો હતો, જેમાં છ કર્મચારીના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને બે પુરુષ સામેલ છે. મૃતકોની ઓળખ પ્રાપ્રાંઝલિ મોદરે (22), પ્રાચી ફાલ્કે (20), વૈશાલી ક્ષીરસાગર (20), મોનાલી આલોન (27) અને પન્નાલાલ બંદેવાર (50) તરીકે થઈ છે. ગંભીર ઈજાગ્રસ્તોમાં શીતલ ચપત (30), દાનસા મરસ્કોલ્હે (26), શ્રદ્ભા પાટીલ (22) અને પ્રમોદ ચાવરે (25)નો સમાવેશ થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ચારેયની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

VIDEO: નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, ચાર મહિલા સહિત છના મોત, ચાર ગંભીર 2 - image

વિસ્ફોટ થતા ફેક્ટરીની દિવાલ અને છત તૂટી

વિસ્ફોટની જાણ થતાં જ હિંગના પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આગના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. જોકે આગ કેવી રીતે લાગી તેની કોઈ માહિતી સામે આવી નથી. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, ફેક્ટરીની દિવાલ તૂટવાની સાથે છત પણ ઉડી ગઈ છે. ઘટનાની જાણ થયા બાદ મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જ્યારે કંપનીનો મેનેજર અને માલિક ફરાર થઈ ગયો છે.

VIDEO: નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, ચાર મહિલા સહિત છના મોત, ચાર ગંભીર 3 - image

અનિલ દેશમુખ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની માહિતી મળતા જ કાટોલના ધારાસભ્ય અનિલ દેશમુખ તેમના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ત્યાં હાજર અધિકારીઓને તાત્કાલિક રાહત બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યો હતો. આ સાથે તેમણે વધુ એમ્બ્યુલન્સ બનાવવા અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનો આદેશ પણ આપ્યો હતો.

VIDEO: નાગપુરમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, ચાર મહિલા સહિત છના મોત, ચાર ગંભીર 4 - image


Google NewsGoogle News