મુંબઈમાં 6 સ્થળોને બોંબથી ઉડાવાની પોલીસને ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

અજાણ્યા વ્યક્તિએ મુંબઈ ટ્રાફિક પોલીસના વૉટ્સઅપ પર ધમકીનો મેસેજ મોકલ્યો

સુરક્ષાને ધ્યાને રાખી મુંબઈ પોલીસ તપાસ કરી, અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
મુંબઈમાં 6 સ્થળોને બોંબથી ઉડાવાની પોલીસને ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ 1 - image

Bomb threat to Mumbai Police : મુંબઈમાં બોંબ વિસ્ફોટ કરવાનો પોલીસને ફરી ધમકી ભર્યો ફોન આવ્યો છે. અજાણ્યા શખસે મુંબઈ શહેરના 6 સ્થળોએ બોંબ રાખ્યા હોવાનો દાવો કર્યો છે. આ ધમકીભર્યા મેસેજ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઈ ટ્રાફિક પોલીસ કન્ટ્રોલ રૂમને બોંબ સંબંધિત મેસેજ મળ્યો છે. અગાઉ પણ ઘણીવાર આવા ફોન મુંબઈને પોલીસને આવતા રહ્યા છે.

અજાણ્યા વ્યક્તિની ધમકી બાદ પોલીસ દોડતી થઈ

મળતા અહેવાલો મુજબ એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ ટ્રાફિક પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરી ધમકીભર્યો મેસેજ આપ્યો છે. તેણે દાવો કર્યો છે કે, મુંબઈમાં 6 સ્થળોએ બોંબ રાખ્યા છે અને મોટો વિસ્ફોટ થવાનો છે. ટ્રાફિક પોલીસે મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓને તુરંત આ અંગેની માહિતી આપી દીધી છે. ધમકી બાદ મુંબઈ પોલીસ દોડતી થઈ છે. 

મુંબઈ પોલીસે કેટલાક સ્થળોએ તપાસ કરતા કાંઈ ન મળ્યું

ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી દેવાઈ છે. એવું કહેવાય છે કે, મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબરના વોટ્સઅપ પર ધમકીનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષાને ધ્યાને રાખી મુંબઈ પોલીસે કેટલાક સ્થળોએ તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ કંઈપણ હાથ લાગ્યું નથી.


Google NewsGoogle News