VIDEO: ગુજરાતના આ પાડોશી રાજ્યમાં મળ્યો નોટોનો પહાડ, 26 કરોડ રોકડ, 90 કરોડની બેનામી સંપત્તિ જપ્ત
IT Raid in Mumbai : ઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડામાં રોકડા 35 કરોડ મળ્યા બાદ હવે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિકમાં નોટોનો પહાડ મળી આવ્યો છે. આયકર વિભાગની ટીમે નાસિકના કેનાડા કોર્નર સ્થિત સુરાણા જ્વેલર્સ અને મહાલક્ષ્મી બિલ્ડર્સના ત્યાં દરોડા પાડ્યા છે.
દરોડામાં 26 કરોડ રૂપિયા રોકડા મળ્યા
આવક વેરા વિભાગની ટીમે કંપનીનો માલિક કથિત બિનહિસાબી લેવડ-દેવડમાં સામેલ હોવાન માહિતી મળ્યા બાદ બાદ આ કાર્યવાહી કરાઈ છે. વિભાગે સુરાણા જ્વેલર્સ (Surana Jewelers)ના માલિકના નિવાસસ્થાન અને કન્સ્ટ્રક્શન કંપની મહાલક્ષ્મી બિલ્ડર્સ (Mahalakshmi Builders)માં દરોડા પાડ્યા છે, જેમાં લગભગ 26 કરોડ રૂપિયા રોકડા અને 90 કરોડ રૂપિયાના બિનહિસાબી સંપત્તિઓના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આયકર વિભાગની ટીમે શનિવારે સવારે જ જ્વેલરી સ્ટોર અને માલિકના નિવાસસ્થાને એક સાથે દરોડો પાડ્યો છે. અધિકારીઓએ આખો દિવસ નાણાંકીય રેકર્ડ, લેવડ-દેવડ સંબંધીત ડેટા અને દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
ઝારખંડમાં ઈડીના દરોડામાં 35 કરોડ રોકડા મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ સતત દરોડાની કાર્યવાહી કરી છે, જેમાં મોટી સંખ્યામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા ગત મહિને ઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની રેડ (Jharkhand ED Raid)માં 35 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમ (Alamgir Alam)ના પર્સનલ સેક્રેટરી સંજીવ લાલ સહિત 9 લોકોને ત્યાં પાડેલા દરોડામાં સંજીવ લાલ અને આલમના ઘરે કામ કરતા જહાંગીર આલમને ત્યાંથી જ 35 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.