VIDEO : મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનમાં વિવાદ વધુ વકરે તેવી શક્યતા, મંત્રીની જીભ લપસી

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
gulabrao patil


Maharashtra Politics: શિંદે શિવસેનાના વધુ એક નેતા ગુલાબ રાવ પાટિલના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ગુલાબ રાવે રાજ્યના નાણામંત્રાલય માટે વાંધાજનક શબ્દો વાપર્યા હતા. જેને લઈને ફરી એકવાર મહારાષ્ટ્ર સરકારના સંબંધો વચ્ચે ખટાશ વધી શકે છે. અગાઉ તાનાજી સાવંતે પણ અજિત પવારના પક્ષ સામે વિવાદિત ટિપ્પણી કરી હતી જેને લઈને પણ વિવાદ વધ્યો હતો. 

જાણો શું છે મામલો? 

ગુલાબ રાવ પાટિલે નાણા મંત્રાલયને સૌથી નાલાયક ગણાવતાં કહ્યું કે, 'ટીવીવાળા અને પત્રકારોથી હું માફી માગું છું, તેઓ આ ન પ્રકાશિત કરે તો સારું રહેશે. પણ નાણા મંત્રાલય નાલાયક... હું આ નથી બોલવા માગતો પણ અમારી ફાઈલ 10 વખત નાણા મંત્રાલય પાસે ગઈ હતી. હું દરેક વખતે અમારો એક માણસ મોકલી દેતો અને કહેતો કે ચેક કરજે કે ફાઈલ પર શું અપડેટ છે. સતત ફોલોઅપ લઈને કેવી રીતે કામ કરાવાય છે તે અમારા લોકોને કરી બતાવ્યું છે.'

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારમાં તિરાડ, હવે મહત્ત્વપૂર્ણ યોજના અંગે CM શિંદે અને અજિત પવાર વચ્ચે બબાલ!


શિંદેની સેના અને અજિત પવારની એનસીપી વચ્ચે સતત નિવેદનબાજી... 

ઉલ્લેખનીય છે કે પાટિલના આ નિવેદન સાથે જ મહાયુતિની મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સાથીઓ વચ્ચે જ વિવાદ વકરવા લાગ્યો છે. મહારાષ્ટ્રની ચૂંટણી હવે નજીક છે ત્યારે આવી નિવેદનબાજી સત્તાધારી પાર્ટીઓનું ટેન્શન વધારી રહી છે. લાકડી બહેન યોજના અંગે ભાજપ, અજિત પવારની એનસીપી વચ્ચે પહેલાથી જ મતભેદો થઈ રહ્યા છે. તેમાં સૌથી વધુ નિવેદનબાજી તો અજિત પવાર અને એકનાથ શિંદેની પાર્ટી વચ્ચે જ થઇ રહી છે. 

VIDEO : મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનમાં વિવાદ વધુ વકરે તેવી શક્યતા, મંત્રીની જીભ લપસી 2 - image


Google NewsGoogle News