મહારાષ્ટ્રના નાગપુરમાં ભારે વરસાદને કારણે લોકો ફસાયા, શાળાઓમાં રજા જાહેર, NDRFની ટીમો તૈનાત

કલેક્ટર અને કોર્પોરેશન કમિશનરે આજે વહેલી સવારે અનેક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું

અંબાઝરી તળાવ છલકાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં તેની અસર જોવા મળી

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રના નાગપુરમાં ભારે વરસાદને કારણે લોકો ફસાયા, શાળાઓમાં રજા જાહેર, NDRFની ટીમો તૈનાત 1 - image
Image : Twitter

મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે ભારે વરસાદ વરસતા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે તેમજ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે  NDRFની ટીમ સતત કર્યરત છે. હાલ ડેપ્યુટી સીએમ ફડણવીસ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. 

જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

નગાપુરમાં ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી સતત મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે, ભારે વરસાદને પગલે અંબાઝરી તળાવ છલકાઈ ગયું છે. આ સાથે જ જિલ્લા અને મહાનગર વહીવટીતંત્રની મેનજમેન્ટની ટીમ કામ કરી રહી છે. કલેક્ટર અને કોર્પોરેશન કમિશનરે આજે વહેલી સવારે અનેક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ભારે વરસાદને પગલે આજે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

ફસાયેલા લોકોને બચાવવા માટે વહીવટીતંત્ર સક્રિય

નાગપુરમાં મુશળધાર વરસાદના કારણે અંબાઝરી તળાવ છલકાઈ જતા આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે. તળાવનું પાણી છલકાઈને અનેક વિસ્તારોમાં ફરી વળતા ગોઠણસમાં પાણી ભરાયા છે. આને કારણે અનેક ઘરોમાં પણ ભારી ભરાય જતા લોકોને હાલાકી પડી છે. આ સાથે દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અને પોલીસ કમિશનરને કેટલાક સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા માટે તરત જ કેટલીક ટીમોને સક્રિય કરવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News