‘ભ્રષ્ટાચારીઓને છાવરવા એ જ વડાપ્રધાન મોદીની ગેરન્ટી...’, ‘સામના’માં ઉદ્ધવના ભાજપ પર ચાબખાં
Uddhav Thackeray Attack on PM Modi : શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામના (Mukhpatra Saamana)માં લોકસભા ચૂંટણી અને ભારતના ભવિષ્ય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર આકરા ચાબખાં માર્યા છે. તેમણે મુખપત્રમાં દાવો કર્યો છે કે, જો લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં હારે તો દેશને કાળો દિવસ જોવા મળશે. ભારતના લોકો પોતાના નેતાઓના ભવિષ્યનો નિર્ણય કરશે.
‘જો વર્તમાન સરકાર હારી જશે તો...’
ઠાકરેએ દાવો કર્યો છે કે, ‘જો વર્તમાન સરકાર હારી જશે તો દેશનું ભવિષ્ય શાંતિપૂર્ણ રહેશે અને લોકતંત્રનો વિકાસ થશે, નહીં તો દેશને કાળા દિવસો જોવા મળશે. સારા દિવસે ક્યારેય નહીં આવે, પરંતુ કાળા દિવસો આવશે.’
ભ્રષ્ટાચારીઓને છાવરવા એ જ વડાપ્રધાનની ગેરન્ટી
ઠાકરેએ આક્ષેપ કર્યો છે કે, ‘ભ્રષ્ટાચારીઓને છાવરવા એ જ વડાપ્રધાન મોદીની ગેરન્ટી છે. અન્ય તમામ રાજકીય પક્ષો અને દેશમાંથી ભ્રષ્ટાચારીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે, કારણ કે ભાજપે (BJP) તેમને પોતાનામાં સામેલ કરી સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું છે.
‘ભાજપ ભ્રષ્ટ લોકોને વેક્યૂમ ક્લીનરની જેમ સામેલ કરી રહી છે’
તેમણે કહ્યું કે, જેમ વેક્યુમ ક્લીનર ધૂળ અને ગંદકીને શોષી લે છે, તેવી રીતે ભાજપ તમામ ભ્રષ્ટ લોકોને વેક્યૂમ ક્લીનરની જેમ સામેલ કરી રહી છે. કોંગ્રેસ, શિવસેના અને આખો દેશ ભ્રષ્ટ લોકોથી મુક્ત થઈ ગયો છે. ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાનના ભાષણો અંગેના એક પ્રશ્ન પર ઠાકરેએ કહ્યું કે, ‘વડાપ્રધાનના ભાષણોમાં પાકિસ્તાન હોય છે, જ્યારે વિપક્ષ ભારત વિશે બોલે છે.’
ભગવાન રામને લાવવાનો આક્ષેપ
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, ‘સત્તાધારી પાર્ટી પાસે કોઈપણ વિકાસના પ્રોજેક્ટો ન હોવાથી તેઓ ચૂંટણી પ્રચારમાં ભગવાન રામને લાવી રહ્યા છે.