Get The App

મહારાષ્ટ્રમાં MLC ચૂંટણીનું આવ્યું પરિણામ, જાણો કયાં પક્ષે કેટલી બેઠકો જીતી?

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Maharashtra Legislative Council Election Result-2024


Maharashtra Legislative Council Election Result-2024 : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભામાં આજે વિધાન પરિષદ (MLC)ની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જેમાં મહા વિકાસ અઘાડીના સાથી પક્ષોને મોટો ફટકો પડ્યો છે. આ ચૂંટણીમાં એનડીએએ પોતાની તમામ બેઠકો જીતી છે. મળતા અહેવાલો મુજબ 11 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પાંચ, શિંદેની શિવસેના અને અજિતની એનસીપીએ બે-બે બેઠકો જીતી છે, જ્યારે MVA તરફથી કોંગ્રેસ અને શિવસેના યુબીટીએ એક-એક બેઠક જીતી છે.

કોંગ્રેસ આઠ ઉમેદવારોનું ક્રોસ વોટિંગ

એમએલસી ચૂંટણીમાં સૌથી મોટો ફટકો કોંગ્રેસ (Congress)નો પડ્યો છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીના 7-8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં પાર્ટીનો વોટો વહેંચાઈ ગયા છે. બીજીતરફ શરદ પવાર (Sharad Pawar)ની પાર્ટી અજિત પવાર (Ajit Pawar)ની NCPના ધારાસભ્યોનો અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની યુબીટી પાર્ટી એકનાથ શિંદે (Eknath Shinde)ની શિવસેના પાર્ટીના ધારાસભ્યોને મત મેળવવામાં સફળ થઈ નથી. ઉલ્લેખનિય છે કે, ભાજપ, શિવસેના અને એનસીપીની મહાયુતિ ગઠબંધનના નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેઓની જીત થઈ છે. જ્યારે મહાવિકાસ અઘાડીના ત્રણ ઉમેદવારોની જીત થી છે.

કોણ-કોણ જીત્યું, જુઓ યાદી

ભાજપના ઉમેદવાર

(1) પંકજા મુંડે - જીત્યા

(2) પરિણય ફુકે - જીત્યા

(3) સદભાવ ખોટ - જીત્યા

(4) અમિત ગોરખે - જીત્યો

(5) યોગેશ ટીલેકર - જીત્યા

NCP (અજિત પવાર)

(1) શિવાજીરાવ ગર્જે - જીત્યા

(2) રાજેશ વિટેકર - જીત્યા

શિવસેના (શિંદે)

(1) કૃપાલ તુમને - જીત્યા

(2) ભાવના ગવલી - જીત્યા

MVA ઉમેદવાર (કોંગ્રેસ)

(1) પ્રજ્ઞા સાતવ - જીત્યા

શિવસેના (UBT)

(1) મિલિંદ નાર્વેકર - જીત્યા

NCP-(શરદ પવાર)

(1) જયંત પાટીલ - હાર્યા


Google NewsGoogle News