Get The App

'NDA સરકારથી સમર્થન પાછું ખેંચશે નીતિશ-નાયડુ', દિગ્ગજ નેતાના દાવાથી રાજકારણમાં ભૂકંપ

Updated: Nov 4th, 2024


Google NewsGoogle News
'NDA સરકારથી સમર્થન પાછું ખેંચશે નીતિશ-નાયડુ', દિગ્ગજ નેતાના દાવાથી રાજકારણમાં ભૂકંપ 1 - image


Maharashtra Election 2024: મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે એનસીપી(શરદ પવાર જૂથ)ના નેતાએ એવું નિવેદન આપ્યું છે, જેણે રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. શરદ પવાર જૂથની એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો છે કે, 'જો મહારાષ્ટ્રમાં એમવીએની સરકાર બનશે તો જેડીયુના નીતિશ કુમાર અને ટીડીપીના એન. ચંદ્રાબાબુ નાયડુ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લેશે.'

જિતેન્દ્ર આવ્હાડએ ભાજપ-આરએસએસ પર ગંભીર આરોપ લગાવ્યો

એનસીપી(શરદ પવાર જૂથ)એ ફરી એકવાર મુંબ્રા-કલવા વિધાનસભા વિસ્તારના વર્તમાન ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમણે મહારાષ્ટ્રની આર્થિક અસ્થિરતા પર મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધ્યું અને ભાજપ-આરએસએસ પર દેશમાં શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચો: કેનેડામાં હિન્દુઓ પર હુમલો: ખાલિસ્તાનીઓએ મંદિરમાં ભક્તો સાથે કરી મારામારી, ટ્રુડોએ શું કહ્યું?

શનિવારે (બીજી નવેમ્બર) થાણે નજીક મુંબ્રામાં એક રેલીમાં, જિતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો હતો કે, 'જો 20મી નવેમ્બરની વિધાનસભા ચૂંટણી પછી વિપક્ષી ગઠબંધન એમવીએ સરકાર બનાવે છે, તો કેન્દ્રમાં ભાજપના સહયોગી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ તેને સમર્થન આપવાનું બંધ કરશે. MVA સત્તામાં આવ્યા પછી 3,000 રૂપિયાની માસિક નાણાકીય સહાય પૂરી પાડશે.'

અજિત પવારને ઘેર્યા 

જિતેન્દ્ર આવ્હાડ અહીં જ ન રોકાયા અને તેમણે કહ્યું કે, 'જનતા સમગ્ર વાસ્તવિકતા જાણે છે. એનસીપી કોની પાર્ટી હતી ? શરદ પવારની પાર્ટી હતી. પરંતુ અજિત પવારે શરદ પવાર સાથે દગો કર્યો અને પાર્ટી ચોરી લીધી. સાથે સાથે શરદ પવારના હાથમાંથી ઘડિયાળ પણ છીનવી લીધી. આ પોકેટમારોનું જૂથ છે.'

'NDA સરકારથી સમર્થન પાછું ખેંચશે નીતિશ-નાયડુ', દિગ્ગજ નેતાના દાવાથી રાજકારણમાં ભૂકંપ 2 - image



Google NewsGoogle News