મહારાષ્ટ્ર-ઝારખંડમાં ચૂંટણીનું રણશિંગું ફૂંકાશે, આજે તારીખોની જાહેરાત કરશે ચૂંટણી પંચ
Maharashtra-Jharkhand Election: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની જાહેરાત કરવામાં આવશે.
બંને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામશે
મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય માહોલ હાલ ગરમાયો છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ સરકારમાં NCPનો અજિત જૂથ પણ સામેલ છે. આ ચૂંટણીમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું મહારાષ્ટ્રના મતદારો વર્તમાન સરકારમાં વિશ્વાસ મૂકે છે કે પછી શિવસેના (ઉદ્ધવ જૂથ), એનસીપી (શરદ જૂથ) અને કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળે છે.
આ પણ વાંચો: દિલ્હીની વાત : હરિયાણામાં ભાજપ નેતા ઈન્દ્રજિત નવ ધારાસભ્યોના ટેકા સાથે બળવાના મૂડમાં