Get The App

ઓડિશાના રાજ્યપાલે ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા ભડકી કોંગ્રેસ, ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
ઓડિશાના રાજ્યપાલે ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા ભડકી કોંગ્રેસ, ચૂંટણી પંચમાં કરી ફરિયાદ 1 - image


Maharashtra Jharkhand Election :  કોંગ્રેસ પાર્ટીએ ગત સોમવારે એક પ્રતિનિધિમંડળ મોકલીને ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. પાર્ટીએ ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાનો, ચૂંટણી જીતવા માટે  સાંપ્રદાયિકતા ફેલાવવાનો અને વિશેષ સમુદાય પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે બંધારણીય હોદ્દા ધરાવતા લોકો પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.

કોંગ્રેસના સાંસદ શશિકાંત સેંથિલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળીને ભાજપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં મહારાષ્ટ્રમાં ભાજપ વિરુદ્ધ એક ચોક્કસ સમુદાય વિરુદ્ધ જાહેરાતો, ભાજપ સાંસદ મહાડિકની "લાડકી બહેન યોજના" અને મહિલાઓ પર કરવામાં આવેલા નિવેદનો અંગેની ફરિયાદોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ કરો’, ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ભાજપની માગથી રાજકીય ગરમાવો

ફોટો પાડીને મને બતાવજો....

ભાજપના સાંસદે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, "લાડકી બહેન યોજના હેઠળ કોઈ મહિલાને પૈસા લેનારી કોઈ મહિલા કોંગ્રેસની રેલીમાં જોવા મળે તો તેના ફોટો પાડીને મને બતાવો, અમે તેની કાર્યવાહી કરીશું. સરકાર પાસેથી પૈસા લઈને બીજાના વખાણ કરવા એ નહીં ચાલે." તેમના આ નિવેદન પર ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો, જોકે, પછીથી સાંસદે તેમના નિવેદન માટે માફી માંગી હતી.

ઓડિશામાં રાજ્યપાલની ફરિયાદ

કોંગ્રેસ પાર્ટીએ ઝારખંડ ચૂંટણીને લઈને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઓડિશાના રાજ્યપાલ રઘુવર દાસ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે. રઘુબર પર બંધારણીય પદ હોવા છતાં પક્ષની તરફેણમાં પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમની પુત્રવધૂ જમશેદપુર પશ્ચિમથી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે ઝારખંડમાં ભાજપ પર આરોપ લગાવ્યો કે પાર્ટીએ સોશિયલ મીડિયા પર વાંધાજનક વીડિયો પોસ્ટ કર્યા છે.

આ પણ વાંચો : VIDEO: વાયનાડમાં રાહુલ ગાંધીનો નવો અંદાજ, બહેન પ્રિયંકા માટે ચૂંટણી પ્રચાર કરી કહ્યું- ‘તમે મારી રાજનીતિ બદલી નાખી’

પેટાચૂંટણીને લઈને પણ ફરિયાદ

મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે દેશભરની 48 બેઠકો માટે પણ પેટાચૂંટણીનો પ્રસ્તાવ છે. કોંગ્રેસે સોમવારે ચૂંટણી પંચને પણ પેટાચૂંટણીને લઈને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, આસામ અને રાજસ્થાનમાં યોજાનારી પેટાચૂંટણીમાં ત્યાંની ભાજપ સરકાર સત્તાનો દુરુપયોગ કરી રહી છે.


Google NewsGoogle News