Get The App

NDA કાર્યકર્તાઓના વખાણ, સોરેનને પણ શુભકામના, મહારાષ્ટ્ર-ઝારખંડના પરિણામો પર PM મોદીની પ્રતિક્રિયા

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
NDA કાર્યકર્તાઓના વખાણ, સોરેનને પણ શુભકામના, મહારાષ્ટ્ર-ઝારખંડના પરિણામો પર PM મોદીની પ્રતિક્રિયા 1 - image

Maharashtra-Jharkhand Assembly Election Results : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ (NDA)ની ભવ્ય જીત પર ખુશી વ્યક્ત કરી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘વિકાસની જીત ! સુશાસનની જીત ! આપણે એક થઈને વધુ ઊંચાઈઓ ઉપર પહોંચીશું ! એનડીએને ઐતિહાસિક જીત અપાવવા બદલ મહારાષ્ટ્રની મારી બહેનો અને ભાઈઓ, ખાસ કરીને યુવાઓ અને મહિલાઓને હાર્દિક અભિનંદન... તમારો સ્નેહ અદ્વિતીય છે. હું લોકોને આશ્વાસન આપું છું કે, અમારુ ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે. જય મહારાષ્ટ્ર.’

વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓના વખાણ કર્યા

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વધુ એક પોસ્ટ કરી એનડીએના કાર્યકર્તાઓના વખાણ કર્યા છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘એનડીએના પ્રજાલક્ષી પ્રયાસો સર્વત્ર ગૂંજી રહ્યા છે. હું વિવિધ પેટાચૂંટણીઓમાં એનડીએના ઉમેદવારને આશિર્વાદ આપવા બદલ વિવિધ રાજ્યોના લોકોનો આભાર માનું છું. અમે તેમના સપનાઓ અને આકાંક્ષાઓ પૂરા કરવા માટે કોઈપણ કસર નહીં છોડીએ.’

PM મોદીએ હેમંત સોરેનને અભિનંદ પાઠવ્યા

વડાપ્રધાન મોદીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ઝારખંડની ચૂંટણીમાં JMMની જીત બદલ હેમંત સોરેનને અભિનંદન પાઠવી એક્સ પર લખ્યું છે કે, ‘હું ઝારખંડના લોકોનો અમારા તરફના સમર્થન માટે આભાર માનું છું. અમે લોકોના પ્રશ્નો ઉઠાવવામાં અને રાજ્ય માટે કામ કરવામાં હંમેશા અગ્રેસર રહીશું. હું JMMના નેતૃત્વવાળા ગઠબંધનને પણ રાજ્યમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન આપું છું.’

NDAના કાર્યકર્તાઓ પર ગર્વ : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ એક્સ પર ટ્વિટ કરીને એનડીએના કાર્યકર્તાઓની મહેતન પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, એનડીએના કાર્યકર્તાઓએ જમીન પર કરેલી કામગીરીને લઈને મને ગર્વ છે. તેઓએ અથાગ મહેનત કરી, પ્રજાની વચ્ચે ગયા અને આપણા સુશાસનના એજન્ડાને તે લોકો સુધી વિસ્તારપૂર્વક પહોંચાડ્યું.

આ પણ વાંચો : 24 જ કલાકમાં મહારાષ્ટ્રના નવા CMના નામની થશે જાહેરાત: ભાજપના દિગ્ગજ નેતાનું નિવેદન

મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર

ઉલ્લેખની છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની જીત થી છે. ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના ગઠબંધનવાળી મહાયુતિ 230થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેર, શરદ પવારની NCPSP અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના 51 બેઠકો પર આગળ ચાલી રહી છે.

ઝારખંડમાં JMMની સરકાર

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામોની વાત કરીએ તો અહીં હેમંત સોરેન સરકાર બનાવવા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. ઈન્ડી ગઠબંધને ઝારખંડમાં 55 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે એનડીએ ગઠબંધન 25 બેઠકો પર જીત મેળવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહાયુતિના 'મહાવિજય' પાછળના પાંચ મોટા કારણો, જાણો કયા કયા


Google NewsGoogle News