Get The App

‘અમે પરિણામોનું વિગતવાર વિશ્લેષણ કરીશું’, મહારાષ્ટ્રમાં હાર બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
‘અમે પરિણામોનું વિગતવાર વિશ્લેષણ કરીશું’, મહારાષ્ટ્રમાં હાર બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા 1 - image


Maharashtra Assembly Election Result-2024 : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું છે કે, ‘ઝારખંડના લોકોનો INDIA ગઠબંધનને વિશાળ જનાદેશ આપવા બદલ દિલથી ધન્યવાદ. મુખ્યમંત્રી હેમંત સોરેન, કોંગ્રેસ અને જેએમએમના તમામ કાર્યકર્તાઓને આ જીત બદલ હાર્દિક શુભકામના. રાજ્યમાં ગઠબંધનની જીત બંધારણની સાથે જળ, જંગલ અને જમીનની સુરક્ષાની જીત છે.’

મહારાષ્ટ્રના પરિણામો અનપેક્ષિત : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી(Rahul Gandhi)એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રના પરિણામો અનપેક્ષિત છે. અમે આનું વિગતવાર વિશ્લેષણ કરીશું. રાજ્યના તમામ મતદાર ભાઈઓ અને બહેનોનો તેમના સમર્થન બદલ અને તમામ કાર્યકરોનો તેમની મહેનત બદલ આભાર.’

ઝારખંડમાં ઇન્ડી ગઠબંધનને કેટલી બેઠકો મળી ?

ઝારખંડ વિધાનસભા ચૂંટણી(Jharkhand Assembly Election)ના પરિણામોમાં INDIA ગઠબંધના સાથી પક્ષો જેએમએમએ 32 બેઠકો, કોંગ્રેસે (Congress) 16 અને RJDએ 4 બેઠક સહિત કુલ 56 બેઠકો જીતી છે, જ્યારે ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને 24 બેઠકો જીતી છે. રાજ્યમાં કુલ 82 બેઠકો છે, જેમાં બહુમતીનો આંકડો 41 છે. સૌથી વધુ બેઠકો જીતનાર હેમંત સોરેન(Hemant Soren)ની પાર્ટી JMMનું ફરી સરકાર બનાવવાનું નિશ્ચિત છે.

આ પણ વાંચો : મહાયુતિની પ્રચંડ જીત બાદ શિંદેનું CM મુદ્દે મોટું નિવેદન, અજિત પવારે કહ્યું- ખોટું બોલનારાને જવાબ મળ્યો

મહારાષ્ટ્રની ચૂંટણી - કોંગ્રેસ બેકફૂટ પર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનના સાથી પક્ષો કોંગ્રેસે 19 બેઠકો, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીએ 20 બેઠકો, જ્યારે શરદ પવારની પાર્ટી NCPSPએ 13 બેઠકો જીતી છે. આમ એમવીએએ કુલ 48 બેઠકો જીતી છે. ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના ગઠબંધનવાળી મહાયુતિએ 134 બેઠકો જીતી છે. રાજ્યમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાં બહુમતીનો આંકડો 144 છે.

આ પણ વાંચો : NDA કાર્યકર્તાઓના વખાણ, સોરેનને પણ શુભકામના, મહારાષ્ટ્ર-ઝારખંડના પરિણામો પર PM મોદીની પ્રતિક્રિયા


Google NewsGoogle News