Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA સરકાર, ઝારખંડમાં કોણ મારશે બાજી?
Maharashtra - Jharkhand Election Exit Polls : મહારાષ્ટ્ર-ઝારખંડમાં આ વખતે આરપારની લડાઈ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદારોએ પોતાની આગામી સરકાર પસંદ કરવા માટે મતદાન કર્યું. આજે ઝારખંડમાં બીજા તબક્કાનું (38 બેઠકો) મતદાન થયું હતું અને જ્યારે મહારાષ્ટ્રમાં તમામ 288 બેઠકો પર મતદાન થયું હતું. ત્યારે હવે મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા છે.
મહારાષ્ટ્રમાં ફરી મહાયુતિ સરકાર કે MVA કરશે ઉલટફેર?
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે તેના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. MATRIZEના એક્ઝિટ પોલના આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિને 150-170 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે MVAને 110-130 બેઠકો અને અન્યને 8-10 બેઠકો મળી શકે છે. જણાવી દઈએ કે, બહુમતી માટે 145 બેઠક જીતવી જરૂરી છે.
મહારાષ્ટ્રના એક્ઝિટ પોલ (કુલ બેઠક 288/બહુમતી 145 બેઠક)
ઝારખંડમાં કોની સરકાર? કોણ જીતશે વધુ બેઠક?
ઝારખંડમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, જ્યારબાદ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. જેમાં MATRIZEના એક્ઝિટ પોલના આંકડા અનુસાર, રાજ્યમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો લાગી રહ્યો છે અને ભાજપના નેતૃત્વ વાળી NDA ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. જોકે Axis My Indiaના એક્ઝિટ પોલના આંકડા અનુસાર, ઝારખંડમાં INDIA ગઠબંધનને બહુમતી મળવાનો અંદાજ છે. જણાવી દઈએ કે, બહુમતી માટે 41 બેઠક જીતવી જરૂરી છે.
ઝારખંડના એક્ઝિટ પોલ (કુલ બેઠક 81/બહુમતી 41 બેઠક)