મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરાઈ ? ચૂંટણી પંચે જણાવ્યા ત્રણ મોટા કારણ
Maharashtra Vidhan Sabha Election 2024 : ચૂંટણી પંચે આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે, જોકે મહારાષ્ટ્રની તારીખો જાહેર કરી નથી. એવું મનાઈ રહ્યું હતું કે, આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થશે, જોકે એવું ન થયું. આખરે મહારાષ્ટ્ર ચૂંટણીની તારીખો જાહેર કેમ ન કરાઈ, તે અંગે પણ પંચે ત્રણ મોટા કારણો કહ્યા છે.
અગાઉ મહારાષ્ટ્ર-હરિયાણામાં એક સાથે ચૂંટણી યોજાઈ હતી
અગાઉ મહારાષ્ટ્ર અને હરિયાણામાં એક સાથે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, તેથી એવું મનાઈ રહ્યું હતું કે, હરિયાણાની સાથે મહારાષ્ટ્ર ચૂંટણીની તારીખો પણ જાહેર થશે. તમામ રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ગયા હતા. જોકે મુખ્ય ચૂંટણી કમિશનરે છેલ્લી ઘડીએ માત્ર જમ્મુ કાશ્મીર અને હરિયાણાની તારીખો જાહેર કરી. જ્યારે તેમને મહારાષ્ટ્ર અંગે પૂછવામાં આવ્યું તો તેમણે તેના કારણો પણ જણાવ્યા છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ક્યારે? ચૂંટણી પંચે તારીખો જાહેર કરી
આ કારણે મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત ન થઈ: CEC
મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત ન કરવા અંગે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં વરસાદ અને અનેક તહેવારો પણ આવે છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડતો હોય છે. તેમજ પિતૃ પક્ષ, નવરાત્રિ, દશેરા અને દિવાળી આવી રહી છે, તેથી હજુ સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી નથી.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ચૂંટણીની તારીખ જાહેર ન કરવાનું અન્ય એક કારણ ફોર્સ પણ છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ સુરક્ષા દળો તહેનાત કરવા જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે માત્ર બે રાજ્યોમાં એકસાથે વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં વધુ બળની જરૂર પડી શકે છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં આતંકવાદી ઘટનાઓ વધી છે.
આ પણ વાંચો : વધુ એક રાજ્યમાં 'ઓપરેશન લોટસ'? અનેક ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઈ શકે છે આ પૂર્વ CM