મહારાષ્ટ્ર સરકાર રક્ષાબંધન પહેલા મહિલાઓને આપશે રૂ.3000 ! હરિયાણા-ઝારખંડ સરકારની પણ ભેટ આપવાની તૈયારી
Maharashtra Haryana And Jharkhand State Announced Special Scheme For Women : આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં થવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ સરકાર દ્વારા આ મહિને મહિલાઓને લઈને ખાસ યોજના શરૂ કરવાની તૈયારીમાં છે. આ યોજના અંગે સરકારે અગાઉ પણ જાહેરત કરી હતી, પરંતુ હજુ સુધી લાગુ ન કરીને આગામી રક્ષબંધનના તહેવાર પર આ યોજના અમલીમાં મુકવામાં આવશે. બીજી તરફ, આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણીને લઈને તારીખ જાહેર કરવામાં આવશે. ચાલો ત્રણેય રાજ્યોની ખાસ મહિલાને લઈને જાહેર કરવામાં આવેલી યોજના વિશે જાણકારી મેળવીએ.
યોજના લાગુ થવાથી વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થશે?
ગત વર્ષે નવેમ્બરમાં મધ્ય પ્રદેશની ચૂંટણી વખતે ભાજપને 'લાડલી બહાના યોજના'નો અનેકગણો ફાયદો થયો હતો. જ્યારે હવે મહારાષ્ટ્ર પછી હરિયાણા અને ઝારખંડમાં NDA અને INDIA ગઠબંધનની સરકારે આ યોજના લાગુ કરવાના નિર્ણયને વિધાનસભા ચૂંટણીમાં જીતવાની ગેરંટી માનવામાં આવે છે.
મારાષ્ટ્રમાં આ મહિને મહિલાઓના બેંક એકાઉન્ટમાં 3000 જમા થશે
મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેવા અને NCPની મહાયુતિ ગઠબંધન સરકારના મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે આને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી 'માઝી લાડકી બહેન યોજના'ની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત 21થી 60 વર્ષ સુધીની મહિલાઓને દર મહિને સાધી તેમના બેંક એકાઉન્ટમાં 1500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે શિંદે સરકારે જાહેરાત કરી છે કે, આગામી 19 ઓગસ્ટે રક્ષબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને જુલાઈ અને ઓગસ્ટ મહિના થઈને કુલ 3000 રૂપિયા મહિલાઓના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, આ યોજના હેઠળ મહારાષ્ટ્રમાં કુલ 1.29 કરોડથી વધુ લાભાર્થીઓની ઓળખ થઈ છે, ત્યારે સરકાર દ્વારા આ યોજનાને ધ્યાનમાં રાખીને પહેલાથી જ 25000 કરોડ રૂપિયા અલગ રાખી મુકવામાં આવ્યાં છે.
ઝારખંડ સરકારના 45 લાખ ટાર્ગેટ સામે 35 લાખ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું
મહારાષ્ટ્રમાં NDAની સરકાર છે તો, ઝારખંડમાં INDIA ગઠબંધનની JMMની સરકારને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચિંતા છે, ત્યારે ઝારખંડના મુખ્યમંત્રીએ 21થી 50 વર્ષની મહિલાઓ માટે 'મુખ્યમંત્રી મૈયા સમ્માન યોજના' હેઠળ તેમના બેંક એકાઉન્ટમાં દર મહિને 1000 રૂપિયા જમા કરવાની જાહેરાત કરી છે. જ્યારે 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ધ્યાનમાં રાખીને અગાઉ મહિને 1000 રૂપિયા પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઝારખંડ સરકારના અધિકારીના કહેવા પ્રમાણે, ઝારખંડ સરકારના 45 લાખ ટાર્ગેટ સામે અત્યારસુધીમાં 35 લાખ લાભાર્થીઓનું આ યોજના રજીસ્ટ્રેશન થયું છે. જ્યારે આ મહિને મહિલાના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવાની સરકારી તૈયારી છે.
હરિયાણામાં 5 લાખ મહિલાઓને 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર
ઓક્ટોબર અને નવેમ્બરમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેમાં ભાજપ શાસિત હરિયાણાનો પણ સમાવેશ થાય છે. જ્યારે હરિયાણામાં મુખ્યમંત્રી દ્વારા મહિલાઓ માટે 'હર ઘર હર ગૃહણી યોજના'ની જાહેરાત કરી છે. આ દરમિયાન હરિયાણામાં ગરીબીરેખા હેઠળના તમામ પરિવારોને એલપીજી ગેસ સિલિન્ડરમાત્ર 500 રૂપિયા આપવાની ગેરંટી આપી છે. હર ઘર હર ગૃહણી યોજનાનો લાભ 5 લાખ પરિવારોને મળશે. જ્યારે આ યોજના હેઠળ રાજ્ય સરકારે ઘરની અગ્રણી મહિલાના બેંક એકાઉન્ટમાં ગેસ સિલિન્ડરની મુળ કિંમતમાંથી 500 રૂપિયા કાપીને આપશે. આ યોજનાને લઈને એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં વાર્ષિક 1500 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.