મહારાષ્ટ્રમાં CM કયા પક્ષના હશે થયું ફાઈનલ! રૂપાણીનું મોટું નિવેદન, જાણો ક્યારે બેઠક થશે
Maharashtra CM News | મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને છેલ્લા ઘણાં દિવસોથી હજુ મથામણ ચાલી જ રહી છે ત્યારે ગઇકાલે જ ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિર્મલા સીતારમણની મહારાષ્ટ્રના પર્યવેક્ષક તરીકે નિમણૂક કરીને તેમને મુખ્યમંત્રી નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. આ દરમિયાન આજે મીડિયા સાથેની વાતચીતમાં રૂપાણીએ ચોખવટ કરી દીધી હતી કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તો ભાજપના જ હશે એવું મારું માનવું છે.
આજે કે આવતીકાલે બેઠક...!
પર્યવેક્ષક બનાવાયા બાદ રૂપાણીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક આજે કે આવતીકાલે થઇ શકે છે. મને લાગે છે કે મહારાષ્ટ્રમાં સીએમ તો ભાજપના જ હશે. આ સાથે મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને લાંબા સમયથી ચાલતી ગડમથલનો અંત દેખાતો થઇ રહ્યો છે અને એવું લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસને આ પદ મળી શકે છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ મુદ્દે સસ્પેન્સ સતત વધી રહ્યું છે. એવામાં હાલના કાર્યકારી સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતે પોતે ડેપ્યુટી સીએમની રેસમાં હોવાનું નકાર્યું છે. તે કેન્દ્રીય સ્તરે પણ કોઈ મંત્રી પદ લેશે નહીં.
વરિષ્ઠ ભાજપ નેતાએ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તેવી તીવ્ર શક્યતાઓ દર્શાવી છે. જો કે, એકનાથ શિંદે રાજ્ય સરકારનું અતિ મહત્ત્વનો ગૃહ વિભાગ પોતાને પાસે રાખે તેવો સંકેત શિવસેના આપી રહી છે. ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી અટકળો વચ્ચે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાના અહેવાલો આવી રહ્યા હતા. તેમજ ગૃહ મંત્રાલય શિવસેના પોતાની પાસે રાખશે તેવા સંકેતો અપાઈ રહ્યા હતા. જો કે, હજી સુધી મહારાષ્ટ્રની સરકાર વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી.