Get The App

મહારાષ્ટ્રમાં સરકાર બને એ પહેલાં મહાયુતિ સામે પડકાર, મરાઠા આંદોલનકારીની મોટી જાહેરાત

Updated: Nov 27th, 2024


Google News
Google News
Maharashtra government


Maharashtra Maratha Reservation: મહારાષ્ટ્રમાં હાલ સરકારની રચના મુદ્દે રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે મુખ્યમંત્રીના પદ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ નથી. બીજી તરફ મરાઠા અનામત મામલે આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યું છે. જેથી નવી સરકાર સત્તામાં આવ્યા બાદ આ પડકારનો સામનો કરવો પડી શકે છે. 

ચૂંટણીમાં મરાઠા અનામત આંદોલનની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. પરંતુ સત્તાધારી પક્ષની પ્રચંડ જીત બાદ ફરીથી આંદોલન છેડાઈ શકે તેવા અહેવાલો મળ્યા છે. મરાઠા અનામતની માગ કરતાં મનોજ જારાંગે પાટિલે નવેસરથી આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે નિવેદન આપ્યું હતું કે, તે હવે સામૂહિક ધોરણે ભૂખ હડતાળ કરશે.

આ પણ વાંચોઃ સંભલમાં હિંસા કરનારાઓનું આવી બનશે! ચારરસ્તે લગાવાશે પોસ્ટર, નુકસાન વસૂલી પણ થશે

સામૂહિક ભૂખ હડતાળની જાહેરાત

જાલના પોતાના ગામ અતંરવાલીમાં મનોજ જારાંગે પાટિલે જાહેરાત કરી છે કે, બીડ જિલ્લામાં આ ભૂખ હડતાળનું આયોજન થશે. મનોજ પાટિલે સમર્થકોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, હવે ચૂંટણી પૂર્ણ થઈ છે. આપણે વિચારવું જોઈએ કે, આપણા સમાજ અને બાળકોનું ભવિષ્ય શું છે? આથી આપણે હવે ફરી અનામતની માગ કરવી જોઈએ. તમામ મરાઠાઓએ પોતાના બાળકોના ભવિષ્ય માટે વિચારવુ જોઈએ. તમામે એકજૂટ થઈ આમરણ ઉપવાસની તૈયારી કરો. નવી સરકારની રચના બાદ સામૂહિક ભૂખ હડતાળની જાહેરાત કરીશ અને તેની તારીખ પણ જણાવીશ.

ચૂંટણી પરિણામો અંગે મનોડ જરાંગે પાટિલે કહ્યું કે, મેં પહેલાં પણ કહ્યું હતું કે, તમે જેને મત આપવા માગતા હોવ તેને આપો. પરંતુ મારો સમાજ મારી સાથે છે. મેં મારી ભૂમિકામાં કોઈ ફેરફાર કર્યો નથી. આપણે ધ્યાન રાખવુ પડશે કે, મરાઠાઓને ખોટા વચનો આપવામાં ન આવે. સત્તામાં ભલે તેઓ પરત ફર્યા છે, પરંતુ અમે ફરી ભૂખ હડતાળ કરીશું. સરકાર પાસે જેટલી તાકાત છે, તે તેનો ઉપયોગ કરી મરાઠા સમાજ માટે કામ કરે.

મહારાષ્ટ્રમાં સરકાર બને એ પહેલાં મહાયુતિ સામે પડકાર, મરાઠા આંદોલનકારીની મોટી જાહેરાત 2 - image

Tags :
Maharashtra-governmentMaratha-Reservationmanoj-jarange

Google News
Google News