મહારાષ્ટ્રની ચૂંટણી અંગે સટ્ટાબજારના ચોંકાવનારા આંકડા, જાણો કયાં પક્ષને મળશે સૌથી વધુ બેઠક, કોણ CM રેસમાં આગળ
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ સમાપ્ત થયા બાદ સટ્ટાબજારના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં કયાં પક્ષને સૌથી વધુ બેઠકો મળશે, કયા ગઠબંધનની જીત થશે અને મુખ્યમંત્રી પદની રેસમાં કયા નેતા આગળ ? આ તમામ બાબતો અંગે સટ્ટાબજારે અંદાજ જાહેર કર્યો છે. મુંબઈ અને ફલોદી સટ્ટાબજારે રાજ્યમાં મહાયુતિની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે ફલોદી સટ્ટાબજારે ટાઈટ ફાઈની પણ આશંકા વ્યક્ત કરી છે.
ભાજપ 90થી 95 બેઠકો જીતશે : મુંબઈ સટ્ટાબજારનું અનુમાન
મુંબઈ સટ્ટાબજારના અંદાજ મુજબ રાજ્યમાં ફરી ભાજની આગેવાનીવાળી મહાયુતિ ગઠબંધનની સરકાર બની શકે છે. સટ્ટોડિયાઓનું માનવું છે કે, રાજ્યમાં ભાજપને 90થી 95 બેઠકો જીતી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી શકે છે. જ્યારે વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના પાર્ટીને 35થી 40 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત મહાયુતિના વધુ એક સાથી અજિત પવારની NCPને 10થી 15 બેઠકો મળવાની શક્યતા છે.
આ પણ વાંચો : Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA સરકાર, ઝારખંડમાં કોણ મારશે બાજી?
MVA મહાયુતિને આપશે ટક્કર : ફલોદી સટ્ટાબજાર
બીજીતરફ ફલોદી સટ્ટાબજારે પણ મહાયુતિની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરી છે, જોકે તેના અંદાજ મુજબ પરિણામમાં દિવસે મહા વિકાસ અઘાડી ગઠબંધન મહાયુતિને ટાઈટ ફાઈટ આપી શકે છે. ફલોદી સટ્ટાબજારે રાજ્યના મુખ્યમંત્રી પદમાં કયા નેતાનું નામ સૌથી મોખરે, તે અંગે પણ અંદાજો વ્યક્ત કર્યો છે. સટ્ટાબજારમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર 57 પૈસા લગાવાતા એવી સંભાવના વ્યક્ત કરાઈ છે કે, રાજ્યમાં મુખ્યમંત્રી બનવાની રેસમાં ફડણવીસ આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપે સૌથી વધુ 148 બેઠકો પર ચૂંટણી લડી છે અને તેના 12 નેતાઓ અન્ય પક્ષોના ચિન્હ પર મેદાનમાં ઉતર્યા હતા.
મહાયુતિને 288માંથી 144-152 બેઠકો મળવાનો અંદાજ
ફલોદી સટ્ટાબજારનું કહેવું છે કે, મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાં મહાયુતિ ગઠબંધનને 144થી 152 બેઠકો મળી શકે છે. રાજ્યમાં બહુમતીનો આંકડો 144 પરથી સ્પષ્ટ છે કે, મહાયુતિ બહુમતીના આંકડા સુધી પહોંચી શકે છે. જોકે, સટ્ટાબજારના અંદાજો અંગે સ્પષ્ટપણે કશું કહી શકાય નહીં. ફલોદી સટ્ટાબજારના અંદાજા મુજબ રાજ્યમાં બંને ગઠબંધન વચ્ચે ટાઈટ ફાઈટ એટલે કે, બંને વચ્ચે માત્ર એક ડઝન અથવા 20 બેઠકોનું જ અંતર જોવા મળી શકે છે. જોકે અંતિમ પરિણામ માટે 23 નવેમ્બર સુધી રાહ જોવી પડશે.
આ પણ વાંચો : મતદાન પૂર્ણ : મહારાષ્ટ્રમાં 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા સરેરાશ વોટિંગ