BIG NEWS: મહારાષ્ટ્રમાં મહાયુતિ જીત તરફ, ભાજપની પ્રચંડ લહેર
Maharashtra Election Results Updates: મહારાષ્ટ્રમાં મહાયુતિ ફરી એકવાર સરકાર બનાવવા સક્ષમ બની છે. આજે થઈ રહેલી વિધાનસભા ચૂંટણીની મત ગણતરીમાં 10 વાગ્યા સુધીમાં જ મહાયુતિ 210 બેઠકો પર જ્યારે મહા વિકાસ અઘાડીએ 70 બેઠકો પર લીડ મેળવી હતી. ચૂંટણી પંચના આંકડાઓ અનુસાર, 10.09 વાગ્યા સુધીમાં ભાજપ 109 બેઠકો પર, શિવસેના 56 બેઠકો પર, એનસીપી 34 બેઠકો પર લીડ કરી રહી હતી. જ્યારે શિવસેના (યુબીટી) 19 બેઠકો પર, કોંગ્રેસ 19 બેઠકો પર અને એનસીપી (શરદ પવાર) 11 બેઠકો પર બહુમત સાથે આગળ રહ્યા હતાં. અપક્ષે પણ નોંધનીય 15 બેઠકો પર લીડ મેળવી હતી.
આ પણ વાંચોઃ Maharashtra Assembly Election Results 2024 LIVE
અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ આગળ
મહારાષ્ટ્રની હાઈ પ્રોફાઈલ બેઠક બારામતી પરથી અજિત પવાર 3759 મતોથી લીડ કરી રહ્યા છે. શરૂઆતના વલણમાં 9391 મત મેળવ્યા છે. જ્યારે તેમના ભત્રીજા યુગેન્દ્ર પવાર 5632 મતો મેળવવામાં સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે, મતગણતરી હજી ચાલુ છે. બીજી તરફ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર દેવેન્દ્ર ફડણવીસ 6811 મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં તેમના ફાળે 13712 મતો આવ્યા હતા, જ્યારે કોંગ્રેસના પ્રફુલ્લાએ 6901 મત મેળવ્યા છે.