Get The App

મહારાષ્ટ્રમાં બહુમત ન મળે તો પણ સરકાર બનાવી લેશે મહાયુતિ? પ્લાન-B તૈયાર

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
mahayuti


Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં મતદાન થઈ ગયું છે અને આવતી કાલે મતગણતરી થશે. એવામાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર તમામની નજર છે. એક્ઝિટ પોલમાં મહાયુતિની તરફેણમાં આગાહી કરવામાં આવી છે. જો કે એક્ઝિટ પોલ દરેક વખતે સાચા જ હોય તેવું પણ જરૂરી નથી. તેથી તમામ પક્ષોએ પોતપોતની તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં હવે પ્રશ્ન એ છે કે જો મહાયુતિએ 145નો આંકડો પાર ન કર્યો તો તેની સરકાર કેવી રીતે બનશે. આ માટે મહાયુતિએ ભાજપની આગેવાની હેઠળ પ્લાન બી તૈયાર કર્યો છે. 

જો બહુમત ન મળે તો આ છે પ્લાન બી 

જો મહાયુતિને બહુમત નહિ મળે તો તે નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાના પ્રયત્ન કરશે. જેના માટે મહાયુતિએ પ્લાન બી તૈયાર કર્યો છે. મહાયુતિના નેતાઓને વિશ્વાસ છે કે તે સત્તા પર આવશે. પરંતુ સુત્રો પરથી જાણવા મળ્યું છે કે જો મહાયુતિ પાર્ટીને બહુમત ન મળે તો તેઓ બહુજન વિકાસ અઘાડી, એમએનએસ અને પ્રહાર જનશક્તિ જેવી સ્વતંત્ર રૂપે લડતી પાર્ટીઓ સાથે 

વાતચીત શરુ કરી દીધી છે. આથી તેમને સાથે લઈને મહાગઠબંધનની સરકાર બનાવી શકાય. એવું પણ કહેવામાં આવી રહ્ય છે કે મહાયુતિ સરકાર ગઠબંધનમાં સમર્થન આપનારને સત્તામાં ભાગીદારી પણ આપી શકે છે. 

મહાવિકાસ અઘાડીમાં પણ બેઠકોનો દોર શરૂ

જો કે મહાવિકાસ અઘાડીને પણ એક્ઝિટ પોલ પર ભરોસો નથી. તે પણ પોતાની જીતનો દાવો કરી રહી છે. એવામાં મહાવિકાસ અઘાડીમાં પણ બેઠકોનો દોર શરૂ થયો છે. મહાવિકાસ આઘાડીએ બળવાખોર અપક્ષ ઉમેદવારોનો સંપર્ક શરૂ કર્યો છે. મહાવિકાસ આઘાડીના નેતાઓ જીતી શકે તેવા ઉમેદવારોના સંપર્કમાં છે. 

આ પણ વાંચો: SEBI સુપ્રીમ કોર્ટમાં ખોટું બોલી, FBI એક્શનમાં પણ CBI મૌન: અદાણી કેસમાં મહુઆ મોઈત્રાના સવાલ

મુખ્યમંત્રીના ચહેરા અંગે લોકોનો શું અભિપ્રાય છે?

જો એક્ઝિટ પોલની આગાહી સાચી હોય તો મહાયુતિ સરળતાથી સરકાર બનાવી શકે છે. જો કે સીએમ કોણ બનશે તે હજુ સ્પષ્ટ નથી. એક્ઝિટ પોલમાં, જ્યારે લોકોને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના ચહેરા માટે તેમના મનપસંદ ઉમેદવારનું નામ પૂછવામાં આવ્યું હતું, ત્યારે 31 ટકા લોકોએ કહ્યું હતું કે સીએમ ચહેરા માટે એકનાથ શિંદે પ્રથમ પસંદગી છે. જ્યારે દેવેન્દ્ર ફડણવીસને 12 ટકા લોકોએ અને ઉદ્ધવ ઠાકરેને 18 ટકા લોકોએ સીએમ તરીકે પસંદ કર્યા હતા.

કોણ કેટલી બેઠકો પર મેદાનમાં?

મહારાષ્ટ્રમાં હરીફાઈ સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ એમવીએ ગઠબંધન વચ્ચે છે. મહાગઠબંધનમાં ભાજપે 149 બેઠકો પર, શિવસેના (શિંદે) 81 બેઠકો પર અને અજિત પવારની એનસીપીએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે મહાવિકાસ અઘાડી (MVA)માં કોંગ્રેસ 101 બેઠક પર, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 બેઠક પર ચૂંટણી લડી રહી છે.

મહારાષ્ટ્રમાં બહુમત ન મળે તો પણ સરકાર બનાવી લેશે મહાયુતિ? પ્લાન-B તૈયાર 2 - image



Google NewsGoogle News