મહારાષ્ટ્રમાં ભાજપ જ નહીં, અજિત પવાર પણ હિરો: વોટ શેરમાં કોંગ્રેસ-ઉદ્ધવ ઠાકરેને પછાડ્યા
Maharashtra Election Result : મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિની લહેર જોવા મળી રહી છે. ચૂંટણીના વલણો પ્રમાણે ભાજપ ગઠબંધનને 230 બેઠકો મળી રહી છે, જ્યારે MVA માત્ર 46 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. ભાજપ એકલી 132 બેઠકો સાથે બહુમતી મળી છે. આ સાથે જ અજિત પવારની એનસીપી પણ આ ચૂંટણીમાં સુપરહીરો બનીને ઉભરી છે.
ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો
ચૂંટણીમાં વોટ શેરના સંદર્ભમાં કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને મોટો આંચકો લાગ્યો છે. તો અજિત પવારની એનસીપી અને શિવસેના-ભાજપને ફાયદો થયો છે.
કોંગ્રેસ-ભાજપનો વોટ શેર ઘટ્યો
મહારાષ્ટ્ર ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વોટ શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોંગ્રેસને 16 બેઠકો મળી છે. તો ભાજપના વોટ શેરમાં થોડો ઘટાડો થયો છે. ભાજપનો વોટ શેર 26.18 થી ઘટીને 25.32 ટકા થયો છે. જો કે ભાજપ 132 સીટો જીતી શકે છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત, ભાજપ-શિવસેનામાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ શરૂ
અજિત જૂથને સૌથી મોટો ફાયદો મળ્યો
અજિત પવારની એનસીપીને આ ચૂંટણીમાં સૌથી વધુ ફાયદો થતો જણાય છે. લોકસભા ચૂંટણીમાં 3.60 ટકા વોટ મેળવનાર NCPને 10.56 વોટ શેર મળ્યા છે. આ વોટ શેરના કારણે અજીત જૂથને 41થી વધુ બેઠકો મળી છે.