ઇતિહાસમાં પહેલી વાર વોટ આપવા અપીલ કરી, મહારાષ્ટ્રમાં દૈવીય શક્તિ કામ કરી રહી હતી : અવિક્તમુક્તેશ્વરાનંદ
Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધને ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ અંગે જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, 'અત્યારે જે જીત મળી છે તે અત્યાર સુધીના ઈતિહાસમાં મહારાષ્ટ્રમાં કોઈ પાર્ટી કે ગઠબંધનને આટલી મોટી જીત મળી નથી. કારણ કે અહીં દૈવી શક્તિ કામ કરી રહી હતી. જ્યારે દૈવી શક્તિ કામ કરે છે, ત્યારે માણસ તેનું મૂલ્યાંકન કરી શકતો નથી. ઈતિહાસમાં પહેલીવાર અમને કોઈ પાર્ટીને મત આપવાનું કહેવામાં આવ્યું.'
અહીં દૈવી શક્તિ કામ કરી રહી હતી: પીઠાધીશ્વર શંકરાચાર્ય
જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્યએ કહ્યું કે, 'ચૂંટણી વિશેષજ્ઞ થોડા દિવસ પહેલા સુધી કહેતા હતા કે લોકસભાના પરિણામની જેમ મહારાષ્ટ્રમાં પણ સત્તા પર રહેલી સરકારની સ્થિતિ બગડશે, એવી ધારણાઓ બંધાઈ જ ગઈ હતી. પરંતુ, જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા, ત્યારે બધાએ જોયું કે આજ સુધી કોઈ પણ પક્ષ કે ગઠબંધનને એટલી મોટી જીત મળી નથી જેટલી હવે મળી છે. કારણ કે અહીં દૈવી શક્તિ કામ કરી રહી હતી.'
આ પણ વાંચો: ભાજપ સામે 'લાચાર' શિંદે સેના માટે અજિત પવાર માથાનો દુઃખાવો, ફડણવીસને થશે મોટો ફાયદો!
ગૌમાતા તેના પુત્ર એકનાથ શિંદેને આશીર્વાદ આપ્યા
આ અંગે જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્યએ વધુમાં કહ્યું હતું કે, 'અમે દૈવી શક્તિનો અનુભવ કરી રહ્યા હતા, તેથી અમે તેમની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી. જ્યારે એકનાથ શિંદેએ ગૌમાતાને પશુઓની સૂચિમાંથી કાઢીને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો, ત્યારે અમને ખબર હતી કે તેમને ગૌમાતાના આશીર્વાદ મળશે. ખૂબ આનંદ થયો કે ગૌમાતા તેના પુત્ર એકનાથ શિંદેને આશીર્વાદ આપ્યા છે.'