Get The App

મહાયુતિની પ્રચંડ જીત બાદ શિંદેનું CM મુદ્દે મોટું નિવેદન, અજિત પવારે કહ્યું- ખોટું બોલનારાને જવાબ મળ્યો

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
મહાયુતિની પ્રચંડ જીત બાદ શિંદેનું CM મુદ્દે મોટું નિવેદન, અજિત પવારે કહ્યું- ખોટું બોલનારાને જવાબ મળ્યો 1 - image


Maharashtra Assembly Election Results-2024 : મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને પ્રચંડ જીત મેળવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મીડિયા સામે આવી વિક્ટ્રી સાઇન દેખાડ્યા બાદ સંબોધન કર્યું હતું. અજિત પવારે કહ્યું કે, ‘મહારાષ્ટ્રની જનતાએ વિકાસ મુદ્દે મહાયુતિને સમર્થન આપ્યું છે.

મહાયુતિની પ્રચંડ જીત બાદ શિંદેનું CM મુદ્દે મોટું નિવેદન, અજિત પવારે કહ્યું- ખોટું બોલનારાને જવાબ મળ્યો 2 - image

મહાયુતિએ રૅકોર્ડ જીત નોંધાવી : એકનાથ શિંદે

શિવસેના (Shiv Sena) પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde)એ કહ્યું કે, ‘મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિએ રૅકોર્ડ જીત નોંધાવી છે. અમે મહારાષ્ટ્રના લોકોનો આભાર માનીએ છીએ. અમે મહાવિકાસ અઘાડીની સરકાર દ્વારા લગાવાયેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. લોકોએ અમારા પર સ્નેહ વરસાવ્યો. આ ચૂંટણીની જવાબદારી લોકોએ પોતાના હાથમાં લીધી છે. અમારું લક્ષ્ય મહારાષ્ટ્રનો વિકાસ કરવાનું રહ્યું છે.’

‘અમારી સરકાર જનતાની સરકાર’

શિંદેએ કહ્યું કે, ‘અમારી સરકાર જનતાની સરકાર છે. હું વડાપ્રધાન મોદીનો અમને સહયોગ આપવા બદલ આભાર માનું છું. મહિલાઓ, બાળકો અને ખેડૂતો અમારા મહત્ત્વના કેન્દ્રમાં રહ્યા છે. અમે કૉમને મેનને સુપર મેન બનાવા ઇચ્છીએ છીએ. મારા માટે CMનું ફુલ ફૉર્મ ચીફ મિનિસ્ટર નહીં, પરંતુ કૉમન મેન છે.’

આ પણ વાંચો : NDA કાર્યકર્તાઓના વખાણ, સોરેનને પણ શુભકામના, મહારાષ્ટ્ર-ઝારખંડના પરિણામો પર PM મોદીની પ્રતિક્રિયા

જીતે અમારી જવાબદારી વધારી : ફડણવીસ

BJPના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં અમને પ્રચંડ જીત અપાવવા બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. આ જીતે વડાપ્રધાન મોદીની અંદરનો મહારાષ્ટ્ર પ્રત્યેનો વિશ્વાસ દેખાડ્યો છે. હું એટલું જ કહું છું કે, મહારાષ્ટ્રની જનતા આગળ અમે નતમસ્તક છીએ. આ જીતે અમારી જવાબદારી વધારી છે.’

ખોટું બોલનારાને જવાબ મળ્યો : અજિત પવાર

NCPના પ્રમુખ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) કહ્યું કે, ‘લાડકી બહના યોજના' ગેમ ચેન્જર સાબિત થઈ છે. આ યોજનાએ અમારી મુશ્કેલી દૂર કરી છે. મેં આવી જીત ક્યારેય જોઈ નથી. અમે જીતથી પ્રભાવિત નહીં થઈએ, પરંતુ આ જીતે અમારી જવાબદારી વધારી દીધી છે. અમારે જવાબદારીથી વ્યવહાર કરવો પડશે. ખોટું બોલનારાઓને જવાબ મળ્યો છે. અમારી વિરોધી પાર્ટીએ શૂન્ય થઈ ગઈ છે.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત પણ આ રાજ્યમાં ભાજપને એક બેઠકના ફાંફાં, પેટાચૂંટણીમાં જોરદાર ઝટકો


Google NewsGoogle News