Get The App

કેટલું કામ કર્યું તેના પર વાત કરો: મરાઠી VS ગુજરાતીનું રાજકારણ કરતાં નેતાઓને ગડકરીનો જવાબ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
Maharashtra election


Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી પહેલાં જ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહાયુતિની જીત થવાનો દાવો કર્યો છે. નીતિન ગડકરીએ નિવેદન આપ્યું કે, અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને હું માનું છું કે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં જે રીતે કામ કર્યું છે અને શિંદેજીના નેતૃત્વમાં સરકારે જે કામ કર્યું છે તે બંનેના પરિણામોએ અમને ચોક્કસપણે સફળતા મળશે અને અમે ચૂંટણી જીતીશું.

ગડકરીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં મહાયુતિની સ્પષ્ટ જીત દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓની સકારાત્મક અસરો થઈ છે. 23 તારીખે અમને અમારી તાકાત પર સ્પષ્ટપણે બહુમતી મળશે.

ગુજરાતી અને મરાઠાના સવાલ પર શું બોલ્યાં?

ગુજરાતી વિરુદ્ધ મરાઠીના પ્રશ્ન પર ગડકરીએ કહ્યું કે મીડિયા આવા મુદ્દાઓ બનાવે છે. પૂછીને વિવાદ ઊભો કરે છે. જો કોઈ નેતા આવું કહે તો તેનો સાથ છોડી દેવો જોઈએ. ચૂંટણી વચન શું છે, કામગીરીના મુદ્દા શું છે, આની ચર્ચા થવી જોઈએ? બાકી આ તમામ વિષય સંબંધિત નથી. તેમણે કહ્યું કે લાડલી બહેન યોજનાનો લાભ મળશે. આ અંગે મહિલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને મને લાગે છે કે આ યોજનાને સારો ફાયદો થશે. ગડકરીએ ઔવેસીના નિવેદનો પર પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.

‘બટેંગે તો કટેંગે’ પર શું કહ્યું?

સીએમ યોગીના ‘બટેંગે તો કટેંગે’ના નિવેદન પર ગડકરીએ કહ્યું કે મારી સમજ પ્રમાણે આપણે જાતિ, ધર્મ, ભાષા અને લિંગના આધારે વિભાજિત થવું જોઈએ નહીં. આપણે એક રહેવું જોઈએ. આપણે ભારતીય છીએ અને આપણે સંગઠિત રહેવું જોઈએ અને આ તેમનો સંદેશ છે. તેમણે કહ્યું કે અમે અલગ-અલગ પક્ષ સાથે ગઠબંધન કર્યું છે. અને એક જ પક્ષ બની એક જ અવાજમાં બોલીએ ચીએ. દરેક પક્ષનો અલગ અંદાજ છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર ચૂંટણીના ચાર દિવસ પહેલાં 8476 કિગ્રા ચાંદી ઝડપાઈ, અધિકારીઓ સ્તબ્ધ

એકંદરે, આપણે બધા મહારાષ્ટ્રમાં મહાગઠબંધનના ચૂંટણીમાં સાથે મળીને જીતીશું. જો અમારા ગઠબંધનના સાથીઓ દરેક મુદ્દા પર સહમત થયા હોત, તો અમે એક પક્ષ હોત. અમારી ગઠબંધન સરકારની કામગીરી ચૂંટણીનો વિષય છે અને મોદીજીની સરકાર અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામનો વિષય છે, તેના પરિણામો સારા જ મળશે. અમે ચૂંટણી જીતીશું. કટ્ટર હિંદુત્વ નહીં પણ સરકારનું પ્રદર્શન અને કામ ચૂંટણીનો મુદ્દો બનશે અને અમે તેના પર ચૂંટણી જીતીશું. વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે.

ઉદ્ધવ સાથે કેવો સંબંધ છે?

ઉદ્ધવ ઠાકરે સાથે પોતાના સંબંધો અંગે ગડકરીએ કહ્યું કે મારા શ્રેષ્ઠ સંબંધો છે. રાજકારણમાં અમે એકબીજાના દુશ્મન નથી. અમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે પણ અમે એકબીજાના દુશ્મન નથી. અમે ચોક્કસપણે વિચારોના આધારે એકબીજાની વિરુદ્ધ હોઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેના શપથ અને ભાજપના કાર્યકર્તાઓને સાથે આવવાની અપીલના પ્રશ્ન પર ગડકરીએ કહ્યું કે દરેક પક્ષ ચૂંટણીમાં દરેકને અપીલ કરે છે. હું કોંગ્રેસના મતદારોને પણ કહું છું કે મને મત આપો.

કેટલું કામ કર્યું તેના પર વાત કરો: મરાઠી VS ગુજરાતીનું રાજકારણ કરતાં નેતાઓને ગડકરીનો જવાબ 2 - image


Google NewsGoogle News