Get The App

મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણી મુદ્દે MVAમાં ઘમસાણ ! ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસની ધડાધડ બેઠકો શરૂ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણી મુદ્દે MVAમાં ઘમસાણ ! ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કોંગ્રેસની ધડાધડ બેઠકો શરૂ 1 - image


MVA Seat Sharing Controversy : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને માત્ર એક મહિના જેટલો સમય બાકી છે, ત્યારે મહા વિકાસ અઘાડી (MVA)માં બેઠક વહેંચણી મુદ્દે ભારે ધામાસાણ જોવા મળી રહ્યું છે. હજુ સુધી બેઠક વહેંચણીનો મુદ્દો ન ઉકેલાતા એમવીએના સાથી પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ દ્વારા ધડાધડ બેઠકો શરૂ કરી દેવામાં આવી છે.

શિવસેના યુબીટીની ઈમરજન્સી બેઠક શરૂ

મળતા અહેવાલો મુજબ વિદર્ભની કેટલીક બેઠકો મુદ્દે શિવસેના યુબીટી (Shiv Sena UBT) અને કોંગ્રેસ (Congress) વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ કારણે બંને પક્ષો વચ્ચે વિવાદ ઉભો થયા બાદ શિવસેના યુબીટીએ ઈમરજન્સી બેઠક શરૂ કરી દીધી છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ માતોશ્રી ખાતે તાત્કાલીક બેઠક શરૂ કરી દીધી છે. આ બેઠકમાં સંજય રાઉત, વિનાયક રાઉત, અરવિંદ સાવંત, સુભાષ દેસાઈ અને વૈભવ નાઈક, મિલિંદ નાર્વેકર, રાજન વિખરે સહિતના મોટા નેતાઓ પહોંચી ગયા છે. 

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપનો મોટો ગેમપ્લાન ! આ કારણે 99 ઉમેદવારોમાંથી 89 નામો કર્યા રિપિટ

આદિત્યએ શરદ પવાર સાથે મુલાકાત કરી

આ તમામ ઘટનાક્રમ વચ્ચે આદિત્ય ઠાકરે (Aditya Thackeray)એ શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત કરી છે. આદિત્યના જણાવ્યા મુજબ તેઓ મેનિફેસ્ટોના કેટલાક મુદ્દઓ મુદ્દે પવારને મળવા ગયા હતા. જોકે એવું કહેવાય છે કે, તેમણે કોંગ્રેસ-શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે પવાર સાથે મુલાકાત કરી છે.

રાઉત-પટોલે વચ્ચે મતભેદ

આ પહેલા એમવીએની યોજાયેલી બેઠકમાં ઠાકરે જૂથ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉત અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે (Nana Patole) વચ્ચે વિદર્ભની બેઠકો મામલે મતભેદ થયો છે. આ ઘટના બાદ શિવસેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો નાના પટોલે બેઠક વહેંચણીની ચર્ચા કરતા આવશે તો અમે તેમાં ભાગ નહીં લઈએ. શિવસેનાની ચિમકી બાદ આ વિવાદ હાલ પૂરતો સમેટાઈ ગયો છે.

આ પણ વાંચો : આવી રહ્યું છે 'દાના' વાવાઝોડું! 48 કલાક અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં સૌથી વધુ ખતરો

વિદર્ભની આ બેઠકો મુદ્દે હંગામો

સૂત્રોના જણાવ્યા અનુસાર વિદર્ભની સીટો પર જોરદાર હંગામો ચાલી રહ્યો છે. આ બેઠકોમાં રામટેક, કામથી, વરોરા, દક્ષિણ નાગપુર, ભંડારા, બુલઢાણા, સિંદખેડરાજા, આરણી, યવતમાલ, દિગ્રેસ, આરમોરી અને વર્ધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈ સહિત વિદર્ભની કેટલીક બેઠકો માલમે પણ ધમાચકડી ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના સૂત્રોના જણાવ્યા મુજબ, ઉદ્ધવ કોંગ્રેસના વલણથી નારાજ છે. તેમણે શરદ પવાર દ્વારા કોંગ્રેસ હાઈકમાન્ડને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. ઉદ્ધવએ નેતાઓને કહ્યું છે કે, હવે તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોશે.

ઉદ્ધવએ બેઠકો છોડી, કોંગ્રેસ છોડવા તૈયાર નહીં

બીજીતરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, શરદ પવારે કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે ફોન પર વાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ અમરાવતી રામટેક અને કોલ્હાપુર-3 લોકસભા બેઠક કોંગ્રેસ માટે છોડી હતી, પરંતુ હવે કોંગ્રેસ વિદર્ભમાં તેમના માટે સીટ છોડી રહી નથી.


Google NewsGoogle News