Get The App

‘કોંગ્રેસના નેતાઓ અનામત ખતમ કરવાની વાત કરે છે’, PM મોદીએ સંભાજીનગરમાં ગજવી ચૂંટણી સભા

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
‘કોંગ્રેસના નેતાઓ અનામત ખતમ કરવાની વાત કરે છે’, PM મોદીએ સંભાજીનગરમાં ગજવી ચૂંટણી સભા 1 - image


Maharashtra Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ધમધોકાટ વચ્ચે છત્રપતિ સંભાજીનગરમાં ચૂંટણી સભા ગજવી હતી. તેમણે બાલાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી મહાવિકાસ અઘાડી પર જ્યારે અનામતનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ ઓબીસી, કલમ-370 જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરી એમવીએને આડે હાથ લીધી હતી.

પીએમ મોદીએ સંભાજી મહારાજને કર્યા યાદ

વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ સંભાજીનગરમાં જનસભાને સંબોધતા કહ્યું કે, ‘આ વખતની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી એક મુખ્ય વિચારધારાની લડાઈ છે. ચૂંટણીમાં એકતરફ સંભાજી મહારાજને માનતા દેશભક્તો છે, તો બીજીતરફ ઓરંગજેબનું સમર્થન કરનારા લોકો છે. જે લોકો સંભાજી મહારાજના હત્યારામાં પોતાનો મસીહા જુએ છે, શું તેઓ મહારાષ્ટ્રની અસ્મિતાના વિરોધી નથી?

સંભાજી મહારાજના નામકરણ પાછળ શિવેસનાનો હાથ

વડાપ્રધાને મહારાષ્ટ્રની પ્રજાને યાદ અપાવ્યું કે, ‘છત્રપતિ સંભાજીનગરનું નામ બદલવાની સૌપ્રથમ માંગ શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેએ કરી હતી. મહાવિકાસ અઘાડી (Maha Vikas Aghadi)ની સરકારે રાજ્યમાં અઢી વર્ષ શાસન કર્યું, તેમ છતાં તેઓ બાલાસાહેબની માંગ પુરી કરી શક્યા નહી. ત્યારબાદ અમારી મહાયુતી સરકારે સત્તામાં આવી અને બાલાસાહેબની ઈચ્છા પુરી કરી આ શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર કરી દીધું.

વડાપ્રધાને કોંગ્રેસ પર પણ કર્યા આકરા પ્રહાર

તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડીને છત્રપતિ સંભાજીનગરનું નામકરણ કરવામાં વાંધો પડ્યો હતો. તેઓએ નામકરણના મામલાને કોર્ટમાં પડકાર્યો અને નિર્ણય પલટવાનો પ્રયાસ કર્યો હતો. સત્તા મેળવવા માટે કોંગ્રેસ હંમેશા વિભાજનનું રાજકરાણ કરે છે અને વિકાસના બદલે ભાગલાવાદી રાજકારણ પર નિર્ભર રહે છે.’

કોંગ્રેસે હંમેશા અનામતનો વિરોધ કર્યો : વડાપ્રધાન મોદી

વડાપ્રધાને અનામત અંગે કોંગ્રેસની વિચારસરણી પર સવાલ ઉઠાવી કહ્યું કે, ‘કોંગ્રેસે હંમેશા અનામતનો વિરોધ કર્યો છે અને તેને દેશના વિકાસની વિરુદ્ધ ગણાવ્યો છે. કોંગ્રેસનો એજન્ડા સમાજમાં વિભાજન કરીને સત્તા મેળવવાનો છે અને SC, ST, ABC સમાજમાં ભાગલા પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.’

‘કોંગ્રેસને OBC વડાપ્રધાન સહન થતા નથી’

પીએમ મોદીએ આક્ષેપ કર્યો કે, ‘કોંગ્રેસ (Congress) છેલ્લા દસ વર્ષથી ઓબીસી વડાપ્રધાનને સહન કરી શકી નથી. કોંગ્રેસના નેતાઓ વિદેશમાં જઈને ખુલ્લેઆમ અનામત ખતમ કરવાની વાત કરે છે. તેમણે કલમ-370નો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘કોંગ્રેસ કલમ-370ની કલમ ફરી લાગુ કરવા માટે પાકિસ્તાની ભાષા બોલી રહી છે. અમારી સરકારે તેને હંમેશા માટે સમાપ્ત કરી દીધી છે અને દેશના લોકો કલમ ફરી લાગુ કરવાની કોઈપણ માંગનો સ્વિકાર નહીં કરે.’

‘જો મહારાષ્ટ્રમાં MVA સત્તામાં આવશે તો...’

વડાપ્રધાને મહારાષ્ટ્રની પ્રજાને આહવાન કર્યું છે કે, તેઓ મહાવિકાસ અઘાડીને સત્તામાં આવવાની તક ન આપે. જો રાજ્યમાં એમવીએ સત્તામાં આવશે તો તમારે પાણી માટે તરસવું પડશે. તેમણે ભાજપ (BJP) અને મહાયુતી (Mahayuti)ને સમર્થન આપવાની જનતાને અપીલ કરી છે.


Google NewsGoogle News