Get The App

'કોંગ્રેસના ઘણાં નેતા અમારા સંપર્કમાં, નામ...' ચૂંટણી પહેલાં દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો ધડાકો

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
'કોંગ્રેસના ઘણાં નેતા અમારા સંપર્કમાં, નામ...' ચૂંટણી પહેલાં દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો ધડાકો 1 - image


Maharashtra Election 2024: ભારતની ચૂંટણીની રાજનીતિમાં મહારાષ્ટ્રની મહત્ત્વની ભૂમિકા છે. લોકસભા અને વિધાનસભા બેઠકોને જોતા આ રાજ્ય મોટા પ્રદેશોમાંથી એક છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 20 નવેમ્બરે યોજાશે. એવામાં રાજકીય તાપમાન પણ વધી ગયું છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી મુખ્ય રૂપે બે ગઠબંધનની વચ્ચે લડવામાં આવશે. એકબાજુ સત્તાધારી મહાયુતિ અને બીજી બાજુ મહાવિકાસ અઘાડી. બંને રાજકીય ગઠબંધનમાં ત્રણ-ત્રણ રાજકીય પાર્ટી સામેલ છે. મહાયુતિના પ્રમુખ ભાજપના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક દાવાથી ચૂંટણી રાજ્ય મહારાષ્ટ્રમનું રાજકારણ ગરમાઈ ગયું છે. ફડણવીસે કહ્યું કે, કોંગ્રેસના ઘણાં નેતા ભાજપમાં સામેલ થવા તૈયાર છે. મને બસ તેનું નામ ન પૂછતાં. 

હકીકતમાં, કોંગ્રેસ નેતા રવિ રાજા ભાજપમાં સામેલ થઈ ગયાં છે. જે કોંગ્રેસ માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, 'રવિ રાજાની સાથે-સાથે ઘણાં કોંગ્રેસ નેતા અમારા સંપર્કમાં આવી રહ્યાં છે અને તે ભાજપમાં સામેલ થવા ઈચ્છેછે. જલ્દી તે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ જશે. મને તેમના નામ ન પૂછતાં, પરંતુ આવનારા દિવસોમાં કોંગ્રેસના ઘણાં નેતા અમારી સાથે આવશે.' દેવેન્દ્ર ફડણવીસના દાવાથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. સાથે જ એવો સંકેત મળી રહ્યો છે કે, આવનારી દિવોસમાં મહારાષ્ટ્રમાં પાસા બદલનાર નેતાઓની સંખ્યા વધી શકે છે.

આ પણ વાંચોઃ ભાજપે 12 બેઠકો પર એવો ખેલ પાડ્યો કે ચૂંટણી બાદના સમીકરણો પર અત્યારથી થવા લાગી ચર્ચા

માહિમ બેઠક પર અટવાયા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થતાની સાથે જ મહાયુતિ અને એમવીએમાં બેઠક વહેંચણીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. જે હવે લગભગ પૂરી થઈ ચુકી છે. પરંતુ અમુક બેઠકો પર હજુય મામલો અટવાયો છે. માહિમ વિધાનસભા બેઠક તેમાંથી એત છે. જણાવી દઈએ કે, એમએનએસ સુપ્રીમો રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે ચૂંટણી મેદાનમાં છે. બીજી બાજું, મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથવાળી શિવસેનાએ ત્યાંથી ઉમેદવાર ઉતાર્યા છે. રસપ્રદ વાત એ છે કે, દેવેન્દ્ર ફડણવીસ ખુલ્લેઆમ કહી ચુક્યા છે કે, માહિમ બેઠક પર રાજ ઠાકરેના દીકરાનું સમર્થન કરવાની પોતાની વાત પર અડગદ છે. આ વિવાદ પર ફડણવીસે કહ્યું, 'અમે માહિમ વિધાનસભા વિસ્તારમાં રાજ ઠાતકેનું સમર્થન આપવાની રીત શોધી રહ્યા છે. અમને આશા છે કે, જલ્દીથી કોઈ સમાધાન નીકળશે. જ્યાં સુધી ઉત્તર ભારતીય લોકોમાં રાજ ઠાકરેના વિરોધનો સવાલ છે, અમે લોકસભા ચૂંટણી દરમિયાન જ સ્પષ્ટ કરી દીધું હતું કે, રાજ ઠાકરેએ હિન્દુત્વનો રસ્તો અપનાવ્યો છે.'

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં, 150 બળવાખોર બન્યા માથાનો દુઃખાવો, હરિયાણા જેવા થશે હાલ?

વડાપ્રધાન મોદી કરશે રેલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ 8 દિવસ સુધી મહારાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં સભા કરશે. મુખ્યમંત્રી યોગી 15 સભા કરશે તો અમિત શાહ 20 અને ગડકરી 40 જનસભા કરશે. ભાજપ કુલ 288 બેઠકમાંથી 148 બેઠક પર ચૂંટણી લડી રહી છે. જોકે, ભાજપે પોતાના કોટામાંથી ચાર બેઠક સહયોગી માટે છોડી દીધી છે. કેન્દ્ર અને રાજ્યના નેતા દિવાળી પછી 5 નવેમ્બરથી આયોજિત થતી ચૂંટણી રેલીમાં સામેલ થશે. જણાવી દઈએ કે, નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર છે. 


Google NewsGoogle News