Get The App

VIDEO: મહારાષ્ટ્રમાં મતદાન: 'આજે તારું મર્ડર ફિક્સ છે...', નાસિકમાં બે ઉમેદવારો વચ્ચે બબાલ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
VIDEO: મહારાષ્ટ્રમાં મતદાન: 'આજે તારું મર્ડર ફિક્સ છે...', નાસિકમાં બે ઉમેદવારો વચ્ચે બબાલ 1 - image


Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ચાલી રહેલા મતદાન વચ્ચે નાસિકમાં બે ઉમેદવારો વચ્ચે બબાલ થઈ હોવાની વિગતો સામે આવી છે. નાસિકના નંદગાવ વિધાનસભા બેઠક પરના અપક્ષ ઉમેદવાર સમીર ભુજબળ (Sameer Bhujbal) અને એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવા સુહાસ કાંડે (Suhas Kande) વચ્ચે ધાકધમકી સહિતની બોલાચાલી થઈ છે. સમીરે કાંડેએ બસમાં બોલાવેલા મતદારોને અટકાવી દીધા છે, ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. જ્યાં મતદારોને અટકાવાયા, તે સ્થળે કાંડે પહોંચ્યા હતા અને ભુજબળને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. કાંડેએ ગુસ્સામાં આવીને ભુજબળને કહ્યું કે, ‘આજે તારું મર્ડર ફિક્સ છે.’ આ ઘટના બાદ નંદગાવમાં તણાવ જેવી સ્થિતિ ઉભી થઈ છે.

ભુજબળે મતદારોની બસ અટકાવતા વિવાદ

સમીર ભુજબળે સુહાસ કાંડે દ્વારા લવાયેલી મતદારો ભરેલી બસ નંદગાવ-મનમાડ રોડ પર અટકાવી હતી. ત્યારબાદ ભુજબળ અને કાંડે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ભુજબળે જીદ પકડી કે, તે કોઈપણ સ્થિતિમાં મતદારોને આગળ નહીં જવા દે, જેના કારણે કાંડેને ગુસ્સો આવી ગયો અને સમીરને જાનથી મારી નાખવાની ધમકી આપી કહ્યું કે, આજે તારું મર્ડર ફિક્સ છે. આ ઘટના મામેલ પોલીસે બંને જૂથોના કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : ભાજપનો મહાવિકાસ અઘાડી પર મોટો આરોપ, સુધાંશુ ત્રિવેદીએ કહ્યું- 'સુપ્રિયા સુલેએ બિટકોઈનથી ફંડ મેળવ્યું'

મતદારો નારાજ થયા

સમીર અને સુહાસ વચ્ચે ભારે મગજમારી થયા બાદ મતદારો પણ નારાજ થયા હતા. સમીરે બસ રોકવાના કારણે મતદારોએ કહ્યું કે, અમારો સમય બરબાદ ન કરો. અમે મતદાન કરવાથી વંચિત ન રાખો. પોલીસ અમારા આધારકાર્ડ તપાસી લે, અમે બિહારના નિવાસી નથી. અમે માત્ર ભોજન માટે રોકાયા છીએ. મતદારોએ વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો : બિટકોઇન કાંડ: અજિત પવારે કહ્યું- ઓડિયોમાં મારી બહેનનો જ અવાજ, સુપ્રિયાએ પણ આપ્યો જવાબ


Google NewsGoogle News