Get The App

એકનાથ શિંદેની નારાજગી સમાપ્ત, ગૃહ ખાતાની જીદ પણ છોડી: સરકારમાં મળશે આ પદ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
એકનાથ શિંદેની નારાજગી સમાપ્ત, ગૃહ ખાતાની જીદ પણ છોડી: સરકારમાં મળશે આ પદ 1 - image


Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની ઘોષણા મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહથી એક દિવસ પહેલાં બુધવારે કરવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતાએ સોમવારે જણાવ્યું કે, મુખ્યમંત્રીના નામનું એલાન ભાજપ ધારાસભ્ય દળના નેતા પસંદ કર્યા બાદ કરવામાં આવશે. ભાજપે સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને મહારાષ્ટ્રના ધારાસભ્ય દળની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. એકનાથ શિંદે સાથે વાત નક્કી થઈ ગઈ છે. તે નાયબ મુખ્યમંત્રીનાસ પદ માટે સંમત થઈ ગયા છે. આ સાથે જ તેમનો વિભાગ પણ નક્કી થઈ ગયો છે. 

મહારાષ્ટ્રમાં બુધવારે સવારે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. અજિત પવાર અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત શિંદે કયા મંત્રાલયો સંભાળશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ: આરોપી નીકળ્યો સિરિયલ કિલર, જાણો વિકલાંગ રાહુલના સાઈકો જેવા કૃત્યો

એકનાથ શિંદેને કયો વિભાગ?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શિવસેના પ્રમુખ અને કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકારી લીધું છે. તેમને શહેરી વિકાસ મંત્રાલય મળે તેવી શક્યતા છે. ભાજપના પૂર્વ મંત્રી ગિરીશ મહાજન સોમવારે સાંજે થાણેમાં શિંદેને મળ્યા હતા. મહાજને અહીં લગભગ એક કલાક સુધી શિંદે સાથે બેઠક કરી હતી.

ગિરીશ મહાજને એક કલાક સુધી શિંદે સાથે શું વાત કરી?

ગિરીશ મહાજને કહ્યું કે, મહાયુતિમાં બધું જ બરાબર છે. શિંદેનું દિલ મોટું છે, તેઓ એવા લોકોમાંથી નથી કે જેઓ નાની-નાની વાતો પર ગુસ્સે થઈ જાય, તેઓ નારાજ ન થાય. આવતીકાલથી બધા સાથે કામ કરતા જોવા મળશે. અમે પાંચ વર્ષ સુધી મજબૂતી સાથે સરકાર ચલાવીશું. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં હવસખોરોને નથી રહ્યો કાયદાનો ડર? અંકલેશ્વરમાં કિશોરી સાથે દુષ્કર્મ તો છોટા ઉદેપુરમાં વિદ્યાર્થિનીની છેડતી 

અજિત પવાર, શિંદે અને ભાજપ બતાવશે એકતા

આ બાજુ એનસીપી પ્રમુખ અજિત પવારે દિલ્હીમાં પાર્ટીના સહયોગી પ્રફુલ પટેલે તેમના આવાસની મુલાકાત લીધી. અજિત પવાર મંગળવારે મુંબઈ પહોંચ્યા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે, અજિત પવાર અને ભાજપ નેતા એકસાથે આઝાદ મેદાન પહોંચશે અને શપથ ગ્રહણ સમારોહની તૈયારીની સમીક્ષા કરશે. તે પોતાની એકતા પણ બતાવશે. 

વિજય રૂપાણીએ કર્યો ઈશારો

ભાજપ નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. તેમણે કહ્યું કે, મારો અભિપ્રાય છે કે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ભાજપ કોઈને આશ્ચર્ય નહીં કરે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, બુધવારે મહારાષ્ટ્ર ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. ભાજપના ધારાસભ્યોની આ બેઠકમાં સર્વસંમતિથી નેતાની પસંદગી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હું અને સીતારામણ નિરીક્ષક તરીકે બેઠકમાં હાજર રહીશું અને મુખ્યમંત્રી બની શકે તેવા નેતાની જાહેરાત માટે હાઇકમાન્ડને અહેવાલ સુપરત કરીશું.

પાર્ટીના એક અધિકારીએ જણાવ્યું કે, ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બુધવારે સવારે દક્ષિણ મુંબઈના વિધાન ભવનમાં યોજાશે. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી 5 ડિસેમ્બરે સાંજે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.


Google NewsGoogle News