Get The App

મહારાષ્ટ્રના હિંગોલીમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ

એક પછી એક રાજ્યોમાં હળવા ભૂકંપના આંચકા શું કોઈ મોટી આફતના આપી રહ્યા છે સંકેત?

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રના હિંગોલીમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ 1 - image

મહારાષ્ટ્રના હિંગોલીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી. 

વહેલી સવારે 5 વાગ્યે આવ્યો ભૂકંપ 

જોકે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિ.મી.ની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. અગાઉ રવિવારે જ આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહના આંદમાન સાગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 મપાઈ હતી. તે પહેલા ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રૂજી હતી. 

મહારાષ્ટ્રના હિંગોલીમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 નોંધાઈ 2 - image


Google NewsGoogle News