Get The App

'DyCMની ગાડીને બોમ્બથી ઉડાવી દઈશ...', એકનાથ શિંદેને મળી જાનથી મારી નાખવાની ધમકી

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
'DyCMની ગાડીને બોમ્બથી ઉડાવી દઈશ...', એકનાથ શિંદેને મળી જાનથી મારી નાખવાની ધમકી 1 - image


Maharashtra News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Deputy CM Eknath Shinde)ને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ મંત્રાલય, જે.જે.માર્ગ પોલીસ સ્ટેશન અને ગોરેગાંવ પોલીસને ઈ-મેઈલ મોકલી શિંદેની ગાડીને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિને પકડી પાડવા તપાસ શરુ કરી દીધી છે.

પોલીસ દ્વારા ધમકી આપનાર શખસની શોધખોળ

વાસ્તવમાં દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં એકનાથ શિંદે પણ સામેલ થયા છે. ધમકી મળ્યા બાદ શિંદેની સુરક્ષા-વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પોલીસે ધમકી આપનાર શખસને શોધવા તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હૉક્સ કૉલ (મેઈલ) છે.

આ પણ વાંચો : પૂર્વ CM કેસીઆર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારને ચપ્પાંના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો

બે મહિનામાં બીજી વખત ધમકી

આ પહેલા જાન્યુઆરી-2025માં 24 વર્ષના એક યુવકે એકનાથ શિંદેને જાનથી મારી નાખવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ઘટના બાદ ઠાણે અને શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, પછી પોલીસે આરોપીને પકડી પાડવા તપાસ શરૂ કરી દીધી હતી. આમ બે મહિનામાં બીજી વખત શિંદેને જાનથી મારવાની ધમકી મળી છે.

આ પણ વાંચો : UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો નિર્ણય! હવે બહારના લોકો રાજ્યમાં નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન


Google NewsGoogle News