મેં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષપદેથી રાજીનામું નથી આપ્યું, નાના પટોલેની સ્પષ્ટતા
Maharashtra Politics: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સ્પષ્ટતા કરી છે કે તેમણે પદ પરથી રાજીનામું આપ્યું નથી. હકીકતમાં તેમના રાજીનામાના અહેવાલો સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયા હતા. આ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સ્પષ્ટતા કરી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, નાના પટોલેએ હારની જવાબદારી સ્વીકારીને પદ પરથી રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસ નેતા નાના પટોલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, 'હું માત્ર અધ્યક્ષને મળવા જઈ રહ્યો છું, મેં કોઈ રાજીનામું આપ્યું નથી.'
કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી શકી
કોંગ્રેસ નેતા નાના પટોલે પોતે આ ચૂંટણી માંડ 208 મતોથી જીતી શક્યા હતા. આ ઉપરાંત બે અન્ય વરિષ્ઠ નેતાઓ પૃથ્વીરાજ ચવ્હાણ અને બાળાસાહેબ થોરાટને પણ હારનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 16 બેઠકો મળી શકી હતી. કોંગ્રેસ એક સમયે મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હતી, પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી તેની સ્થિતિ ઘટી રહી છે.